Bodeli

પાવી જેતપુર પોલીસ દ્વારા રેડિયમ લગાવી અકસ્માત નિવારણ માટેની કામગીરી



બોડેલી: છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા વિવિધ ટીમ બનાવી વાહનો પર રેડિયમ લગાવી અકસ્માત નિવારણ માટેની કામગીરી હાથ ધરાઈ હતી.



છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક દ્વારા આ અકસ્માત નિવારણ માટે જિલ્લામાં વિવિધ સ્થળોએ વાહનોમાં રેડિયમ પટ્ટી લગાવી વાહન રાત્રે જોઈ શકાય અને અકસ્માત ન થાય તે માટે કામગીરી પોલીસે હાથ ધરવામાં આવી છે. જેથી આવનાર દિવસોમાં અકસ્માતના બનાવ ઓછા બને તે પાટે ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

છોટાઉદેપુર ટ્રાફિક શાખાના દ્વારા પાવી જેતપુરના પી.આઈ એલ.પી રાણા દ્વારા પાવી જેતપુર વન કુટિર ખાતે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બને ત્યાં સુધી વાહન હાઇવે પર ચાલતા ટ્રક ટ્રેકટર જેવા વાહનોમાં રાત્રે રેડિયામ લગાવવામાં આવ્યું હતું જેથી વાહન ચાલકો સાવધાની રાખે અને પોતાની પાસે રહેલા વાહનને લગતા વિવિધ કાગળો પણ રાખે વાહનની સાચવણી કરી અને અકસ્માત ન થાય તે માટે લોકો કાળજી લે તે હેતુથી પાવી જેતપુર ટ્રાફિક પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. બુધવારે વન કુટિર ત્રણ રસ્તા ખાતે પોલીસે ચોકડી પર આવી અકસ્માત નિવારણની કામગીરી પાવી જેતપુર પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

Most Popular

To Top