વાહન ચાલકોને ફરી ૩૦ કિલોમીટર જેટલો ફેરો ફરવાનો વારો*
*તંત્રની બેદરકારી અને કુદરતનો સાથ ન મળતા લોકોમાં નિરાશા*
બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં પાવીજેતપુર નો ભારજ નદીનો સિહોદ પાસે ડાઈવર્ઝન 4.30 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. જે પહેલા જ પાણીએ ધોવાઈ જતા જિલ્લાની પ્રજાત્રાહીમામ પોકારી ઊઠી હતી. હાલ લોકોના ધંધા રોજગાર પર તેની અસર થતા ત્યાંના ગામના લોકો દ્વારા જનતા ડાઈવરજન બનાવવામાં આવ્યું હતું . જે બનાવતાની સાથે જ પહેલી વાર ધોવાઈ જવાની શક્યતાઓ હતી અને તેમાં નાખેલી પાઇપો પણ પાણીમાં તણાઈ જાય એવી શક્યતાઓના કારણે જે લોકોએ જનતા ડાયવર્ઝન બનાવ્યું હતું. એ જ લોકો દ્વારા આગળની પાળી તોડીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો . ત્યારબાદ ફરી વ્યવસ્થિત રીતે આ જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું જ્યારે હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે જેને લઇ ભારજ નદીમાં પણ પાણીનો સ્ત્રાવ વધુ પડતો જોવા મળ્યો, જેથી કરીને જનતાના પૈસે લોક ફાળાથી બનાવવામાં આવેલું જનતા ડ્રાઇવરજન ધોવાઈ ગયું. જેના કારણે બાઇકને કાર જેવા હળવા વાહનોને જનતા ડાયવર્ઝન પરથી બંધ થતાં વાહન ચાલકોમાં ફરી એકવાર નિરાશા જોવા મળી છે. લોકોનું એવું કહેવું છે કે તંત્ર તો તંત્ર પરંતુ જાણે કુદરત પણ છોટાઉદેપુર જિલ્લા વાસીઓ થી નારાજ છે અને વારંવાર ડાયવર્ઝન ધોવાના બનાવ બને છે
ઝહીર સૈયદ બોડેલી