3 માર્ચે સવારે 6 વાગ્યા બાદ મંદિર આખો દિવસ રહેશે બંધ
4 માર્ચથી ફરી નિયમિત સમયસર દર્શન શરૂ
હાલોલ:
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરમાં પરંપરા મુજબ આ વર્ષે પણ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર 2 માર્ચના રોજ સાંજે 6:00 કલાકે શ્રી મહાકાળી માતાજીના નિજમંદિર ખાતે હોલિકા પ્રગટાવવામાં આવશે. પાવાગઢમાં હોલી પ્રગટ્યા બાદ આજુબાજુના ગામોમાં હોલી પ્રગટાવવાની વર્ષોથી ચાલી આવતી પરંપરા યથાવત રહેશે.
3 માર્ચના રોજ પૂનમ તથા ચંદ્રગ્રહણ હોવાના કારણે મંદિરના દર્શન સમયમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યો છે. પાવાગઢ મંદિર ખાતે સવારે 5:00 કલાકે આરતી કરવામાં આવશે અને સવારે 6:00 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર ખુલ્લા રહેશે. ત્યારબાદ ચંદ્રગ્રહણને પગલે આખો દિવસ મંદિર બંધ રાખવામાં આવશે.
મંદિર ટ્રસ્ટ દ્વારા વધુમાં જણાવાયું છે કે 4 માર્ચના રોજ મંદિરના દ્વાર ફરીથી રાબેતા મુજબ દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાશે. ટ્રસ્ટે તમામ શ્રદ્ધાળુઓને જાહેરનામું ધ્યાનમાં રાખી દર્શન આયોજન કરવા અપીલ કરી છે.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ