Panchmahal

પાવાગઢ ખાતે રવિવારે હજારોની ભીડમાં પરિવારથી વિખુંટા પડેલા 2 બાળકોનું પરિવાર સાથે મિલન કરાવતી પાવાગઢ પોલીસ…

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે રવિવારે વરસતા વરસાદની વચ્ચે પણ હજારોની સંખ્યામાં માઈ ભક્તો મહાકાળી માતાજીના દર્શનાર્થે પધાર્યા હતા. જેમાં મધ્યપ્રદેશથી પોતાના પરિવારજનો સાથે આવેલો એક બાળક પાવાગઢ ખાતે હજારો યાત્રિકોની ભીડમાં પોતાના પરિવારથી છૂટો પડી વિખુટો પડી ગયો હતો,જ્યારે એક બાળકી પણ પોતાના પરિવારથી છૂટી પડી ગઈ હતી, જેમાં બંને બાળકો રડતા કકળતા આમતેમ અસ્તવ્યસ્ત હાલતમાં ફરતા અને પોતાના પરિવારજનોને શોધતા પાવાગઢના માચી ખાતે સતત પોતાની ફરજમાં તૈનાત રહેતા પાવાગઢ પોલીસ મથકના પોલીસ કર્મચારી સુનિલભાઈ શર્માને મળી આવ્યા હતા ,જેમાં પરિસ્થિતિનો તાગ મેળવી ગયેલા અને પાવાગઢ ખાતે અત્યાર સુધીમાં પરિવારથી વિખુટા પડેલા અનેક બાળકોના પરિવારજનોને હજારો લાખો યાત્રિકોની ભીડમાંથી શોધી તેઓના વ્હાલસોયા બાળકોને સહી સલામત તેઓના પરિવારજનો સાથે સુખદ મિલન કરાવનાર સુનિલભાઈ શર્માએ પાવાગઢ પોલીસ મથક પી.આઇ એ.બી.વોરા અને પી.એસ.આઇ. આર જે જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અને પાવાગઢ પોલીસ મથકના કર્મચારીઓની મદદથી પોતાના અનુભવના આધારે તાત્કાલિક બંને બાળકોને પોતાની પાસે લઈ આવ્યા હતા અને પોતાના પરિવારથી વિખુટા પડેલા આ બંને બાળકોને આશ્વાસન આપી તેઓને શાંત કરી તેઓના પરિવાર અંગેની સમગ્ર માહિતી મેળવી હજારોની ભીડમાં તેઓના પરિવારના શોધવાની ભારે મુશ્કેલ અને જહેમત ભરી કવાયત હાથ ભરી હતી ,જેમાં કલાકોની ભારે જહેમત બાદ આજે રવિવારે બપોરે બંને બાળકોના પરિવારજનોને શોધી તેઓની પાસે ખરાઈ કરી બાળકો તેઓના છે તે અંગેના સચોટ દસ્તાવેજો મેળવી બંને બાળકોને તેઓના પરિવારજનોને સુપ્રત કરી બાળકો અને પરિવારનું પાવાગઢ પોલીસ મથકના પોલીસ કર્મચારી સુનિલભાઈ શર્મા સહિત પોલીસ કર્મચારીઓએ સુખદ મિલન કરાવ્યું હતું .જેમાં પરિવારજનોના આંખોમાં પોતાના ગુમ થયેલા બાળકો પરત મળી આવવાની ખુશીથી ખુશીના આંસુ આવી ગયા હતા ,અને તેઓએ પાવાગઢ પોલીસ મથકના પોલીસ કર્મચારી સુનિલભાઈ શર્માનો આભાર વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top