Halol

પાવાગઢમાં ભારે વરસાદથી યાત્રિકો ફસાયા, માંચીથી પ્રવેશ બંધ કરાયો

હાલોલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર મંગળવારે બપોર બાદ ભારે વરસાદ થતા ડુંગર પર ગયેલા યાત્રાળુઓ ને ડુંગર પરથી ઉતરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડુંગર પર બપોર બાદ અચાનક ભારે વરસાદ શરૂ થતા પોલીસ દ્વારા સ્થાનિક પોલીસ દ્વારા માંચી ખાતેથી ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં લઇ ભક્તોને ઉપર જતા અટકાવી દેવાની ફરજ પડી હતી.

પાવાગઢ ડુંગર પર બપોર બાદ અચાનક અંદાજિત સાત ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. જેના પગલે ડુંગરના પગથિયાઓમાંથી જાણે કે નદીઓ વહેતી હોય તેવો પાણીનો ભારે પ્રવાહ ખળખળ વહેતો થયો હતો. આ સમયે ડુંગર પરથી ઉતરતા મોટી સંખ્યામાં યાત્રાળુઓને ડુંગર પરથી ઉતારવાના માર્ગ પર વચ્ચે રાખવામાં આવેલી રેલિંગના સહારે એકબીજાને સહારો આપી જીવના જોખમે નીચે ઉતરતા હતા. જોકે ભક્તો એકબીજાના સહારે સલામત રીતે માંચી ખાતે આવી જતા ભક્તોએ હાશકારો અનુભવ્યો હતો.

Most Popular

To Top