યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો મહત્વપૂર્ણ નિર્ણય
ચૈત્રી નવરાત્રી દરમિયાન ભક્તોની ભારે ભીડ
વડોદરા:
પાવાગઢ યાત્રાધામ ખાતે ભારે પવન ફૂંકાવાને કારણે રોપ-વે સેવા તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે. યાત્રાળુઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ચૈત્રી નવરાત્રીનાં પ્રથમ દિવસે દર્શન કરવા આવેલા હજારો યાત્રી અટવાઈ ગયા હતા.
ચૈત્રી નવરાત્રીના પાવન પ્રસંગે પાવાગઢ ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. આવા સમયે અચાનક તેજ પવનના કારણે રોપ-વે સેવા ચાલુ રાખવી જોખમી બનતી હોવાને કારણે તેને બંધ રાખવામાં આવી છે.
તંત્ર દ્વારા યાત્રાળુઓને સલામતીના તમામ નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. પરિસ્થિતિ સામાન્ય થયા બાદ રોપ-વે સેવા ફરી શરૂ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.