પાવાગઢની તળેટીમાં આવેલા જુના ઢિકવા ગામે નજીવી બાબતે તકરાર થતા પિતાએ સગા પુત્રની છાતીમાં ઘાતક હથિયારનો ઘા મારી કરપીણ હત્યા કરતા મચી ચકચાર
હાલોલ તાલુકાના યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ જુના ઢિકવા ગામે રહેતા ઠાકોરભાઈ બાબરભાઈ પરમારના બે પુત્રો હતા જેમાં તેઓનો મોટો પુત્ર સુનિલભાઈ પરમાર મજૂરી કામ કરતો હોઈ વડોદરા ખાતે રહી મજૂરી કામ કરી પોતાનું જીવન ગુજારે છે જ્યારે તેઓનો 22 વર્ષીય નાનો સગો અપરિણીત પુત્ર નિલેશ ઠાકોરભાઈ પરમાર તેઓની સાથે રહી ઘર પરિવારની જવાબદારી ઉઠાવી કામકાજ કરી રહ્યો હતો જેમાં ગઈકાલે તારીખ 18/06/2024 મંગળવારના રોજ મોડી સાંજના સુમારે પિતા પુત્ર વચ્ચે કોઈક બાબતને લઈને તકરાર સર્જાઈ હતી જેમાં મંગળવારે મોડી સાંજે 7:30 વાગ્યાથી 8:00 વાગ્યાના સમયગાળા દરમ્યાન નજીવી બાબતે સર્જાયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બોલાચાલી દરમિયાન ઉશ્કેરાયેલા ઠાકોરભાઈ બાબરભાઈ પરમારે પોતાના પુત્ર નિલેશને કહ્યું હતું કે તું કામ કરતો નથી તું ઘરમાં રૂપિયા કેમ આપતો નહીં તેમ કઈ ગાળો બોલવા લાગ્યા હતા જેને લઈને બન્ને પિતા પુત્ર વચ્ચે ઝપાઝપી થઇ હતી જેમાં આવેશ અને ગુસ્સામાં આવી ગયેલા ઠાકોરભાઈ પરમારે પોતાના હાથમાં છરી જેવું કોઈ ઘાતક હથિયાર ઉઠાવી લઈ આવી પોતાના સગા યુવાન પુત્ર નિલેશ પરમારના છાતીના ભાગે છરી જેવા ઘાતક હથિયાર વડે હુમલો કરી છાતીના ભાગે ઘુસાડી દીધું હતું જેમાં છાતીના ભાગે છરી જેવું હથિયાર વાગતા નિલેશની છાતીના ભાગેથી લોહીની ધારા વહેવા લાગી હતી અને તે જમીન પર ફસડાઈ પડ્યો હતો અને ઘટના સ્થળે જ નીલેશનું કરુણ મોત થયું હતું જ્યારે બનાવની જાણ થતા આસપાસથી લોકો પણ દોડી આવ્યા હતા જેમા પિતા પુત્રના આ ઝઘડા અને ઝપાઝપી દરમિયાન દરમિયાન હાલોલ તાલુકાના રવાલિયા ગામે રહેતા સતિષભાઈ અમરસિંહભાઈ પરમાર નામના 23 વર્ષીય યુવાનને પણ ઠાકોરભાઈ પરમારે પગમાં ઇજા કરી હોવાનું જાણવા મળેલ છે જેમાં પોતાના સગા પુત્ર નિલેશના છાતીના ભાગે છરી જેવું હથિયાર ઘુસાડી દઈ તેની કરપીણ હત્યા કરી ઠાકોરભાઈ ત્યાંથી ભાગી ગયા હતા જ્યારે બનાવની જાણ થતા આસપાસથી મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ ઢીકવા ગામના સરપંચ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવની જાણ પાવાગઢ પોલીસને કરી હતી જેમાં પોલીસે ઘટના સ્થળે દોડી આવીને રાત્રિના સુમારે મૃતક નિલેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો અને બનાવ અંગે સતિષભાઈ અમરસિંહ પરમારની ફરિયાદના આધારે પોતાના સગા પુત્રની નજીવી બાબતે કરપીણ હત્યા કરનાર ઠાકોરભાઈ બાબરભાઈ પરમાર સામે હત્યાનો ગુનો નોધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જ્યારે મૃતક નિલેશના મૃતદેહનું આજે બુધવારે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરી તેના પરિવારજનો સોંપવામાં આવ્યો હતો જ્યારે બનાવની જાણ થતા મૃતકનો મોટો ભાઈ સુનિલ પરમાર પણ વડોદરાથી દોડી આવ્યો હતો અને પોતાના સગા નાનાભાઈના મૃતદેહને જોઈને આઘાત અને દુઃખમાં સરી પડ્યો હતો જ્યારે નજીવી બાબતે સગા પિતાએ સગા યુવાન અપરણિત પુત્રની હત્યા કરી હોવાની ખબર સમગ્ર પંથકમાં ફેલાતા ખોબલા જેવડા જુના ઢિકવા ગામ સહિત સમગ્ર પાવાગઢની તળેટીના ગ્રામ્ય વિસ્તારો તેમજ હાલોલ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી અને લોકોએ ઘેરા શોક સાથે દુઃખની લાગણી જાહેર કરી હતી.