Vadodara

પાલિકામાં વાસી ઉત્તરાયણની રજા, ચોથા શનિવારે ચાલુ રહેશે



ઉત્તરાયણ એ વડોદરાની આગવી ઓળખનો તહેવાર છે. ત્યારે વાસી ઉત્તરાયણે પાલિકાની તમામ કચેરીઓમાં રજા રાખવાની પરંપરા છે અને ત્યાર બાદ ના આવતા બીજા કે ચોથા શનિવારે પાલિકાની કચેરી ચાલુ રાખવાની હોય છે. વાસી ઉતરાણ રજા ની જાહેરાત ને પગલે 12 હજારથી વધુ કર્મચારીઓને રજા જાહેર થતાં ખુશી ની લહેર છવાઈ ગઈ હતી.

પાલિકામાં દર વર્ષે ઉત્તરાયણના બીજા દિવસે વાસી ઉત્તરાયણની રજા કર્મચારીઓને આપવામાં આવે છે. આ પરંપરાને આગળ ધપાવીને ચાલુ વર્ષે પણ તા.15મીએ બુધવારે રજા આપવાનો પ્રસ્તાવ તૈયાર કરાયો હતો.

જેના ભાગરૂપે, તા.25મી જાન્યુઆરીએ ચોથા શનિવારે પાલિકાની શાળાઓ સહિતની કચેરીઓ ચાલુુ રાખવાની હોય છે. વિકલ્પમાં તા.15મીએ વાશી ઉત્તરાયણના ની રજા જાહેર કરવા માં આવતા તમામ કર્મચારીઓ અને અધિકારીઓના ખુશી ની લહેર પ્રસરી ગઇ હતી. એટલું જ નહીં, પ્રતિ વર્ષ તા.15 જાન્યુઆરીના રોજ રજા રાખી તેના વિકલ્પમાં બીજા અથવા ચોથા શનિવારે કચેરીઓ ચાલુ રાખવાના નિર્ણય લેવાતો હોય છે.

Most Popular

To Top