વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઢોર મુક્ત અભિયાન ચાલી રહ્યું છે. છેલ્લા દસ દિવસમાં પાલિકાની ઢોર પાર્ટી દ્વારા ૨૨૪ ઢોર પકડવામાં આવ્યાં છૅ. ઢોર પાર્ટીની છેલ્લા દસ દિવસમાં નબળી કામગીરી જોવા મળી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઢોર મુકત અભિયાન ચાલી રહ્યું છે. મેયર કેયુર રોકડિયાએ 15 દિવસમાં ઢોર મુક્ત અભિયાન નો ફિયાસ્કો થઈ ગયો છે. હજુ પણ વડોદરા શહેરના રસ્તાઓ પર ઢોર ફરી રહ્યા છે. નવેમ્બર મહિનામાં દિવાળીનો તહેવાર હોવાથી પાલિકાની રોડ પાર્ટી દ્વારા નબળી કામગીરી કરવામાં આવી છે છેલ્લા દસ દિવસમાં પાલિકાની ઢોર પાર્ટી દ્વારા માત્ર 224 ઢોર ને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા છે.
મેયર કેયુર રોકડીયા એ 4 ઓક્ટોમ્બર ના રોજ ઉત્સાહમાં આવી ને વડોદરા શહેરને ઢોર મુક્ત કરવાની જાહેરાત કરી હતી. શરૂઆતમાં પાલિકાની માત્ર 3 ટિમો હતી અને ત્યારબાદ 9 ટીમો કરવામાં આવી હતી. જે 24 કલાક ઢોર પકડવાની કામગીરી કરશે પરંતુ પાલિકાને ઢોર પાર્ટી દ્વારા છેલ્લા દસ દિવસમાં નબળી કામગીરી કરવામાં આવી છે. પ્રદેશપ્રમુખ સી આર પાટીલની સૂચના બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું પરંતુ હજુ પણ વડોદરા શહેરમાં રસ્તાઓ પર રખડતા ઢોર ફરે છે. મેયર કેયૂર રોકડિયા એ દિવાળી બાદ જો કોઈ ઢોર પકડાશે તો તે ગોપાલક સામે કડક કાર્યવાહી અને ઢોરને છોડવામાં નહીં આવે તેવું પણ કહ્યું હતું. હવે જોવાનું એ છે કે મેયરની સૂચનાનું કેટલું પાલન થાય છે.
ભિક્ષુકમુક્ત અભિયાનની કામગીરી પણ ગોકળ ગતિએ
રાજ્યમંત્રી મનીષા વકીલ દ્વારા વડોદરા શહેરને ભિક્ષુક મુક્ત કરવાની જાહેરાત કરી હતી જેમાં સર્કિટ હાઉસ ખાતે એક મિટિંગ યોજવામાં આવી હતી. સમાજ કલ્યાણ ખાતુ પોલીસ વિભાગ અને પાલિકા વિભાગ કામગીરીમાં જોડાઇ છે. પોલીસ દ્વારા ભિક્ષુકોને કોર્ડન કરીને મહાનગરપાલિકાના નાઇટ સેલટર હાઉસ માં રાખવામાં આવે છે. ત્યારબાદ સમાજ કલ્યાણ દ્વારા તેને ભિક્ષુક ગૃહ મોકલી દેવામાં આવતું હોય છે. જે પ્રમાણે પાલિકા તંત્રની ઢોર પાર્ટી દ્વારા છેલ્લા કેટલાક દિવસથી નબળી કામગીરી કરવામાં આવી રહી છે અને રસ્તા પર ઢોર ફરી રહ્યા છે તેવી જ રીતે ભિક્ષુક મુક્ત અભિયાન પર ની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે હજુ પણ શહેરમાં ઠેર-ઠેર ભિક્ષુકો જોવા મળી રહ્યા છે.