પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાયેલા વિવેક પરમારે કાયદો હાથમાં લીધો

આરોપી: વિવેક પરમાર ☝️
હુમલાખોરને સપોર્ટ કરનારા ફલેટના પ્રમુખ નરેશ સોલંકી અને કમિટી મેમ્બર સામે રોષની લાગણી



(પ્રતિનિધિ), વડોદરા. તા.6
શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી સમૃદ્ધિ આનંદમ સોસાયટીમાં નજીવી બાબતે માનવતા અને કાયદાના લીરેલીરા ઉડ્યા છે. ફ્લેટના D-303 માં રહેતા વિવેક નવીનભાઈ પરમાર નામના શખ્સે પાર્કિંગ જેવા સામાન્ય પ્રશ્ને ઉશ્કેરાઈ જઈ, D-404 માં રહેતા નીરવ પટેલ પર સાંજે 5:30 વાગ્યાની આસપાસ ચપ્પુના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. નીરવ પટેલ ઘરે એકલા હતા ત્યારે આરોપી એ કરેલા હુમલામાં તેઓ લોહી લુહાણ થયા હતા. ગંભીર ઇજાઓ થતાં નીરવ પટેલને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં નીરવ પટેલ ને 10 ટાંકા આવ્યા હતા. આ ઘટનામાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે ભોગ બનનાર નીરવ પટેલની પત્નીએ ગંભીર આક્ષેપો કર્યા કે, ફ્લેટના પ્રમુખ નરેશ સોલંકી અને કમિટી મેમ્બરો ખુલ્લેઆમ આરોપી વિવેક પરમારને સાથ-સહકાર આપી રહ્યા છે. શું સોસાયટીના સત્તાધીશો ગુનેગારને છાવરી રહ્યા છે ? તેવો પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે. વડોદરાની સંસ્કારી નગરીના નાગરિકો આજે ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. તરસાલીની સમૃદ્ધિ આનંદમ સોસાયટીમાં જે બન્યું, તે માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનો ઝઘડો નથી, પણ આપણા કાયદા અને વ્યવસ્થાની નિષ્ફળતાનું વરવું પ્રદર્શન છે. પોલીસ પ્રશાસન અને કાયદાના રક્ષકોને સીધો સવાલ, શું હવે સામાન્ય માણસ પોતાના ઘરના આંગણે સુરક્ષિત નથી ? એક શખ્સ ધોળા દિવસે ચપ્પુ લઈને હુમલો કરે છે, શું તેને પોલીસનો જરા પણ ખોફ નથી ? સૌથી ગંભીર બાબત એ છે કે, સોસાયટીના પ્રમુખ અને કમિટી સભ્યો જેમને શાંતિ જાળવવાની જવાબદારી સોંપાઈ છે, તેઓ આરોપીને પીઠબળ પૂરું પાડી રહ્યા હોવાના આક્ષેપો છે. શું આ ‘ગુનાહિત મિલીભગત’ નથી ? નીરવ પટેલની પત્નીની આંખોમાં રહેલો ડર અને ન્યાય માટેની પોકાર શું ખાખી વર્દી સુધી પહોંચશે ? પોલીસ વિભાગે માત્ર ગુનો નોંધીને સંતોષ માનવાને બદલે, આ મામલે દાખલો બેસાડવો જોઈએ. જો એમ ન થાય તો સામાન્ય નાગરિકનો કાયદા પરથી વિશ્વાસ ઉઠી જશે. આ કેસમાં કોઈ પણ પક્ષપાત વગર કડક કાર્યવાહી કરવામાં આવે. આરોપી વિવેક પરમાર અને તેને છાવરનારા પ્રમુખ-કમિટી મેમ્બરો સામે પણ એવી કાર્યવાહી કરો કે ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે. તરસાલી વિસ્તારમાં બનેલી આ ઘટના ખરેખર આઘાતજનક છે. પડોશમાં રહેતા લોકો વચ્ચે જ્યારે આવી હિંસા થાય, ત્યારે તે સમાજની સુરક્ષા પર મોટા સવાલો ઊભા કરે છે.