વાઘોડિયા:
પારુલ યુનિવર્સિટીમા તેલંગણા રાજ્યના જેડી મેટલા ગામના ઓમ સાઈ રેસીડેન્સીમાં રહેતા વિલસનકુમાર યરગાલડાની ૨૩ વર્ષની દીકરી ક્રિસ્ટીના એમએસસી કરવા પારુલ યુનિવર્સિટીમા અભ્યાસ કરતી હતી અને લીમડા ગામની યુનિવર્સિટીની ટેરેસા ભવન હોસ્ટેલ રૂમ નંબર ૧૦૯માં રહેતી હતી. આજવા રોડ પર કિશનવાડીમાં જલારામ ચોકમાં રહેતા ૪૨ વર્ષના હેમલત્તાબેન દિલીપભાઈ પરમાર ટેરેસા ભવન હોસ્ટેલમાં સિક્યુરિટીમાં તરીકે ફરજ બજાવે છે. ગત બપોરે ૧૧:૩૦ વાગ્યા બાદ તેઓ ફરજ પર હાજર હતા
ત્યારે હોસ્ટેલની વિદ્યાર્થીનિઓએ ક્રિષ્ટીનાના રૂમનું બારણું ખખડાવ્યું હતું. પરંતુ તેણે ખોલ્યું ન હતું. તેથી હેમલત્તાબેનને બોલાવ્યા હતા. હેમલતાબેને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. અને દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો ત્યારે ક્રિષ્ટીના તેના રૂમમાં નીચે પડેલી જોવા મળી હતી. તે બેહોશ હાલતમાં હોવાથી તેને સારવાર માટે લીમડાની પારુલ સેવા શ્રમ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી પ્રમાણે રૂમમાં પડી જવાના કારણે વિદ્યાર્થીની મોતને ભેટી હોવાનુ તારણ કાઢવામા આવ્યુ છે જોકે પોસ મોર્ટમ રિપોર્ટબાદ સાચી હકિકત બહાર આવે તેમ છે
