વાઘોડિયામાં યુનિવર્સિટી કેમ્પસ ખાલી કરાવાયુ
પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ
વડોદરા: વડોદરા જિલ્લાના વાઘોડિયામાં આવેલી Parul Universityને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળતા મળતા તંત્રમાં ચકચાર મચી ગઈ હતી.

માહિતી મળતા જ સુરક્ષા દ્રષ્ટિએ યુનિવર્સિટી કેમ્પસ તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું હતું. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દળ તેમજ બોમ્બ સ્ક્વોડની ટીમે પહોંચી તપાસ હાથ ધરી હતી.

પોલીસ દ્વારા સમગ્ર કેમ્પસની સઘન તપાસ કરવામાં આવી રહી છે અને ધમકી ક્યાંથી આપવામાં આવી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તપાસ ચાલુ રાખવામાં આવી છે.