Vadodara

પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 50થી વઘુ વિદ્યાર્થિનીને ખોરાકી ઝેરની અસર

શકુન્તલા A ગર્લ્સ હોસ્ટેલના મેસની ઘટના, સેન્ડવીચ અને ચ્હા-કોફી પીધા બાદ તબીયત લથડી


વાઘોડિયા:
વડોદરા નજીક આવેલી પારુલ યુનિવર્સીટી કેમ્પસની શકુન્તલા A હોસ્ટેલની 450 વિદ્યાર્થિનીએ ચા, કોફી અને સેન્ડવીચનો બ્રેકફાસ્ટ લિઘો હતો. જે બાદ 150 ઊપરાંત વિદ્યાર્થિનીની તબીયત લથડી હતી. જેમા પેટમા દુખાવો અને વોમીટીંગ થતા કેમ્પસમા ફરતા ખાનગી ઈલેકટ્રીક વાહનો મારફતે પારુલ હોસ્પીટલમા તાત્કાલીક ખસેડવામા આવ્યા હતા. એક પછી એક વાહનોમા વિદ્યાર્થિનીને લાવવવામા આવતા કેમ્પસમા ભય સાથે દોડઘામ મચી હતી.

તાત્કાલીક વિભાગના બેડ પણ એક સમયે ઓછા પડતા સ્ટ્રેચરો પર દવા અને બોટલો ચઢાવી વોર્ડમા શિફ્ટ કરવામા આવ્યા હતા. બપોર બાદ 50 ઉપરાંત વિદ્યાર્થિનીને ખોરાકી ઝેરની વઘુ અસર જણાતા તેમની તબીબી ટીમની દેખરેખ હેઠળ વોર્ડ અને તાત્કાલીક વિભાગમા સારવાર શરુ કરાઈ હતી. ફુડ પોઈઝનીંગથી કેમ્પસમા ચકચાર મચી ગઈ હતી. સારવાર માટે આવેલા દર્દિઓ અને સગાઓ઼એ ઘટના નજરે જોતા વાત વાયુવેગે સમગ્ર તાલુકામા પ્રસરી હતી.

કોલેજ સત્તાવાળાઓ દ્વારા હોસ્પિટલ ખાતે કોલેજનો સિક્યુરિટી સ્ટાફ ખડકી દેવામાં આવ્યો હતો. અન્ય વિદ્યાર્થિનીઓને મળવા દેવામા આવી ન હતી.વોર્ડ બહાર પણ સિક્યોરીટી બંદોબસ્ત ખડકી દેવામા આવ્યો હતો.આખરે ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને થતા પી.આઈ.પૃથ્વીરાજ.આર. જાડેજા સહિતના સ્ટાફે પારુલ યુનિવર્સિટી ખાતે દોડી આવી વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર કેવી રીતે થઈ તે અંગેની વિદ્યાર્થીઓ પાસે હકીકત મેળવી કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ અંગે વાઘોડિયા પોલીસ મથકના પી.આઇ. પી.આર. જાડેજાએ જણાવ્યા મુજબ ખોરાકી જેની અસર અંગે તટસ્થ તપાસ થાય તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ જાણ કરી છે તેવો ધ્વારા સેમ્પલીંગ લેવામા આવશે.

આ અંગે પારુલ યુનિ.ના સ્ટુડન્ટ વેલ્ફેર વિભાગના ડીન દ્રુવિલ શાહે ગુજરાતમિત્રને જણાવ્યું હતું કે તમામ વિદ્યાર્થિનીની તબિયત સારી છે અને હોસ્ટેલમાં મોકલી દેવામાં આવી છે.

Most Popular

To Top