વડોદરા શહેર બાદ ડભોઇમાં માં ગઢ ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટા ગરબા થાય છે
ડભોઇના ગરબામાં યુવાનોએ ટ્રેડિશનલ વસ્ત્રો અને તિલક ને હવે ગુજરાતમાં અન્ય ગરબાઓ પણ અપનાવી રહ્યાં છે અને બીજા લોકો પણ અપનાવે તેવી અપીલ કરાઇ
દર્ભાવતીના ધારાસભ્ય અને બ્રહ્મ સમાજના આગેવાન એવા શૈલેષ મહેતા (સોટ્ટા)એ ગરાબા આયોજકો તથા વોલંટીયર્સને મળવા આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે તમામ સાથે સંવાદ સાધ્યો હતો
વડોદરા જિલ્લામાં ગ્રામ્યમાં આવતા ડભોઇમાં સતત સાતમા વર્ષે ગઢ ભવાની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જિલ્લાના મોટા ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ગરબામાં ખેલૈયાઓ માટે બે શરતો મુકવામાં આવી છે પારંપરિક વસ્ત્રો અને તિલક વગર કોઇને પ્રવેશ આપવામાં નહી આવે, અને જો કોઇ ઘૂસી ગયું તો તેને સિક્યોરીટી બહાર કાઢશે તેવું ધારાસભ્ય શૈલેશ મહેતા (સોટ્ટા) એ જણાવ્યું છે. ડભોઇથી શરૂ થયેલા ‘નો તિલક, નો એન્ટ્રી’ની ઝુંબેશ હવે રાજ્યભરમાં ફેલાઇ રહી છે, ત્યારે ડભોઇના યુવાનો તેનું ચુસ્તપણે પાલન કરે તેવો ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાએ આગ્રહ કર્યો છે.
વડોદરા જિલ્લામાં સૌથી મોટા ગરબા ડભોઇમાં થાય છે. વિતેલા સાત વર્ષોથી તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને હવે જ્યારે નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે આ ગરબા ગ્રાઉન્ડની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે, ત્યારે ગુરુવારે સ્થાનિક ધારાસભ્ય શૈલેષ સોટ્ટા એપીએમસી ગ્રાઉન્ડમાં આયોજિત ગરબાના આયોજકો તથા વોલંટીયર્સને મળવા આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે તમામ ગરબા આયોજક સભ્યો તથા વોલિએન્ટર્સ સાથે સંવાદ સાધ્યો હતો. અને ખેલૈયાઓના પ્રવેશ અંગેની બે શરતો મુકી હતી જેમાં પારંપરિક વસ્ત્રો અને તિલકનો સમાવેશ થાય છે.
આ તબક્કે ડભોઇ (દર્ભાવતી) ના ધારાસભ્ય અને બ્રહ્મ અગ્રણી શૈલેષ સોટ્ટાએ જણાવ્યું હતું કે, ત્રીજી ઓક્ટોબરથી નવરાત્રીની શરૂઆત થઇ રહી છે. દર્ભાવતી નગરીમાં માં ગઢ ભવાની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત સાતમાં વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેર છોડીને સૌથી મોટા ગરબા દર્ભવતીમાં થાય છે. હેમાબેન પંડ્યા ગાયક છે, તેમની સાથે ખેલૈયાઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ખેલૈયાઓને પારંપરિક વસ્ત્રોમાં જ ગરબા રમવા પ્રવેશ આપવવાની અપીલ છે, નહિ તો સિક્યુરીટી બહાર કાઢશે. અને તમામે તિલક કરીને આવવાનું છે, તિલક વગર કોઇને મંજુરી આપવામાં નહી આવે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ બે શરતો ખાસ કરીને યુવાનો માટે છે. યુવાને તિલક અને ટ્રેડીશનલ ડ્રેસમાં આવવાનું રહેશે. ગઇ વખતે વારંવાર કહેવા છતાં કેટલાક લોકોએ તકલીફ વેઠવી પડી હતી. આ વખતે તેવું ના કરવું પડે તેમ કરો. તિલક દર્ભાવતીથી શરૂ લઇને સમગ્ર ગુજરાતમાં ‘નો તિલક, નો એન્ટ્રી’ની વાત થઇ છે. ત્યારે દર્ભાવતીના તમામ યુવાનો પારંપરિક વસ્ત્રો અને તિલકમાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.