Panchmahal

પાનમ જળાશયમાંથી પાણી છોડાશે, શહેરા તાલુકાના ગામોને સાવચેત રહેવા સૂચના

ગોધરા: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગામોને પાનમ પૂર નિયંત્રણ એકમ કક્ષ ગોધરા દ્વારા પાનમ જળાશય યોજનામાંથી પાણી છોડવા અંગે નદી કાંઠાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.
તારીખ ૨૪ જૂન, ૨૦૨૫ ના રોજ સાંજે ૪:૦૦ કલાકે, પાનમ જળાશયમાં પાણીની સપાટી ૧૨૩.૦૦ મીટર નોંધાઇ છે. ત્યારે હાલમાં પાનમ જળાશયનું રૂલ લેવલ ૧૨૫.૦૦ મીટર છે. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેના પાનમ યોજના વિભાગ દ્વારા જણાવાયું છે કે, જો કેચમેન્ટ વિસ્તારમાં વધુ વરસાદ થશે અને પાણીનો પ્રવાહ (ઇનફ્લો) વધશે તો પાનમ ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવશે. જે પાણી છોડતા પહેલા ડેમના દરવાજા ખોલવા અંગે અગાઉથી જાણ કરવામાં આવશે આથી, નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી છે. જેમાં શહેરા તાલુકાના અસરગ્રસ્ત ગામો રામજીની નાળ, કોઠા, ઉંડારા, મોર, બલુજી ના મુવાડા, સામેલ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top