Vadodara

પાદરા ધારાસભ્યના કાર્યાલય દ્વારા આચારસંહિતા ભંગ થયાની કોંગ્રેસની ફરિયાદ

ધારાસભ્યના કાર્યાલયમાંથી મતદારોને કોલ ગયા કે, અમે આરટીઇમાં તમારા બાળકોને પ્રવેશ અપાવ્યો છે, એટલે ચૂંટણીમાં ભાજપને મત આપજો

પાદરા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી જાહેર થઈ છે. આગામી 16મી ફેબ્રુઆરીના રોજ પાદરામાં સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાનાર છે. ચૂંટણી જાહેર થતા જ આચાર સંહિતાનો અમલ કરવો એ બધાજ રાજકીય પક્ષ તથા અન્ય અપક્ષ ઉમેદવારો માટે ફરજીયાત હોય છે. પરંતુ પાદરા વિસ્તારમાં ચૂંટણીનો પ્રચાર ચાલુ હોય ત્યારે આદર્શ આચાર સંહિતાને ધ્યાનમાં ના રાખતા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની ઓફિસમાંથી સરકારી સહાય કે RTE એકટમાં તમારાં દીકરા/દીકરીનું સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યું છે તો તમે મતદાનની તારીખ 16ના રોજ ભાજપને મત આપજો તેવા ફોન કરી ચૂંટણી પ્રચાર કર્યા હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ આપી છે. જે ફરિયાદ સાથે ટેલીફોનીક વાતચીતની રેકોર્ડેડ પેન ડ્રાઈવ પણ ચુંટણી અધિકારી સમક્ષ રજુ કરવામાં આવી છે.

પાદરા તાલુકા પંચાયતની ખાલી પડેલી વડું બેઠક માટે ૧૬ મી ફેબ્રુઆરીએ મતદાન થનાર છે. ત્યારે કોંગ્રેસે ભાજપ સામે ફરિયાદ નોંધાવતા રાજકીય ગરમી જોવા મળ્યો છે. ગત જીલ્લા પંચાયતની ચૂંટણીમાં વડુ જીલ્લા પંચાયતની ચાર બેઠકોમાંથી એક પણ બેઠક ભાજપને મળી નથી. ત્યારે વડું તાલુકા પંચાયત સભ્યનું અવસાન થતાં ખાલી પડેલી જગ્યા માટેની ચૂંટણી યોજાનાર છે. ભાજપ આ બેઠક કોંગ્રેસ પાસેથી આચકી લેવા માટે એડીચોટી નું જોર લગાવી રહ્યું છે. બેઠક જીતવા માટે અવનવા પ્રયત્નો કરી રહ્યું છે. ત્યારે પાદરા ભાજપ ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાના ચૂંટણી કાર્યાલય પરથી ભાજપને મત આપવા માટેના ફોન કરાતા હોવાના આક્ષેપો સાથે ચૂંટણી આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે પાદરા ચૂંટણી અધિકારીને ફરિયાદ નોંધાવતા વડું તાલુકા પંચાયતની બેઠક ગરમાઈ છે. આરટીઆઇ હેઠળ મળતા સરકારી લાભો અને વિદ્યાર્થીઓને સરકાર દ્વારા ભણાવવામાં આવે છે તો ભાજપને મત આપો તેવી ઓડિયો ક્લિપ વાળી પેન ડ્રાઈવ પણ કોંગ્રેસે રજૂ કર્યું છે.

પાદરા કોંગ્રેસ દ્વારા ચુંટણી અધિકારીને જણાવવામાં આવ્યું હતું કે, સરકારી સહાય કોઈ ઉમેદવાર તરફથી મળતી હોતી નથી. પરંતુ સરકારની યોજનાઓનો સરકારના કાયદાઓ મુજબ પ્રત્યેક નાગરિકનેને મળવાપાત્ર લાભ થતો જ હોય છે, પાદરા lના ભાજપા કાર્યકરો દ્વારા ખોટી રીતે મતદારોને ગુમરાહ કરતા ફોન કરવામાં આવે છે. જેથી લોકો માટે પોતાનો મત આપવાનો અધિકાર/વિચાર કામગીરી તેમજ પક્ષની છબી અને ઉમેદવારની છબી ન જોતાં નિષ્પક્ષપણે મતદાન કરી શકે નહીં. જે આદર્શ આચાર સંહિતાનો ભંગ થતો હોય તે બાબતની ઝીણવટભરી તપાસ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

Most Popular

To Top