Vadodara

પાદરા તાલુકાના તિથોર ગામે ખેતરમાંથી ગાંજાના લીલા છોડ ઝડપાયા

ગ્રામ્ય એસઓજીની ટીમ દ્વારા ગાંજો ઉગાડનારની ધરપકડ, 47 હજારના 11 છોડ કબજે


પાદરા તાલુકાના તિથોર ગામે ખેતરમાં ગાંજાના લીલા છોડનું વાવેતર કરનારને ગ્રામ્ય એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો. 47 હજારના ગાંજાના 11 લીલી છોડ કબજે કરી વડુ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાતા પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતરમાં ગ્રામ્ય એસજોની ટીમે પાદરા તથા ભાદરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નશાકારક પોશડોડા તથા તેના ભુક્કો ઝડપી પાડ્યો હતો. જેમાં કેરીયરે પોશડોડા પોતાના ઘરમાં ભોયરુ બનાવી સંતાડી રાખ્યા હતા. જેથી નશાકારક પદાર્શનું વેચાણ કરતા શખ્સોને ઝડપી પાડવા માટે ગ્રામ્ય એસઓજીની ટીમ જિલ્લામાં પેટ્રોલિંગ કરતા વડુ પોલીસ સ્ટેશ વિસ્તારમાં આવ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે પાદરા તાલુકાના તિથોર ગામે ડાયામુખીવાળા ફળિયામાં રહેતા સામંત શિવા પરમારે પોતાના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું છે. જેમાંથી ગાંજાનું વેચાણ પણ કરે છે. જેના આધારે એસઓજીની ટીમે તિથોર ગામમાં રેડ કરી ગાંજાનું વાવેતર કરનારને ઝડપી પાડ્યો હતો. તેને સાથે રાખીને ખેતરમાં તપાસ કરતા 11 ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા. જેથી રૂ. 47 હજારના 4.700 કિગ્રામ ગાંજાના છોડ કબજે કર્યા હતા અને ગાંજાના છોડનું વાવેતર કરનાર સામે વડુ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

Most Popular

To Top