રાધાકૃષ્ણ સોસાયટી પાસે કરુણ દુર્ઘટના સર્જાઇ
સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો: રેઢિયાળ તંત્ર હજુ કેટલા નિર્દોષનો ભોગ લેશે?
પાદરામાં રહેતો માસુમ સાયકલ લઈને ટ્યુશન જવા માટે નીકળ્યો હતો સમી સાંજે રાધા કૃષ્ણ સોસાયટી પાસે જીવતા વીજ વાયર પાસેથી પસાર થતાં જ કરંટ લાગ્યો હતો અને ગણતરીની પળોમાં કામકમાટી ભર્યા મોતને ભેટ્યો હતો.
ગમખ્વાર ઘટનાના પગલે પાદરામાં હાહાકાર મચી ગયો હતો. રાધાકૃષ્ણ સોસાયટી પાસે લોક ટોળા ઉમટી પડ્યા હતા રોડ ઉપર ગટર લાઈનના ઢાંકણા પણ ખુલ્લા હતા. છેલ્લા ઘણા સમયથી પાદરા ની ડ્રેનેજ અને ગટરની લાઈનો ઉભરાતી હોવાની સમસ્યાઓનો તો અંત હજુ આવ્યો નથી ત્યાં એમજીવીસીએલ કંપનીના તંત્રની ઘોર બેદરકારીના પાપે એક નિર્દોષ જીવનો ભોગ લેવાઈ ગયો. મૃતક પાસે ખુલ્લા પડેલા જીવતા વીજ વાયરો નિહાળીને લોક ટોળામાં વ્યાપક આક્રોશ ફેલાયો હતો. વીજ કંપનીના કર્મચારીઓને જાણ થતા જ ઘટના સ્થળે દોડી ગયા હતા અને વીજ પ્રવાહ બંધ કરીને આગળની કામગીરી હાથ ધરી હતી ત્યાં સુધી મૃતક વિદ્યાર્થી ના નામ ઠામ અંગે પોલીસે વ્યાપક શોધખોળ હાથ ધરી છે. માસુમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખની વચ્ચે કે પાદરાના રહીશોએ એવો આક્રોશ વ્યક્ત કર્યો છે કે જવાબદાર વીજ કંપનીના કર્મચારીઓ સામે ગુનો દાખલ કરીને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.