Padra

પાદરાના પાટોદ ગામે દંપતી સહિત તેમના સાસુ-સસરાને બંધક બનાવી સનસનાટી ભરી લૂંટ !


યુવકે પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા બૂકાનીધારી લૂંટારૂઓએ લાકડીઓથી હુમલો કર્યો, ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

સોના ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.80 હજારની લૂંટ ચલાવનાર લૂંટારાઓની શોધખોળ શરૂ
વડોદરા તા.21
પાદરા તાલુકાના પાટોદ ગામની સીમમાં દંપતિ ફાર્મ હાઉસ ની રખેવાળી કરવા માટે રહેતું હતું. દરમિયાન યુવકના માતા પિતા તેમને મળવા માટે આવ્યા હતા અને રાત્રિના તેઓ જમીને ઊંઘી ગયા હતા. ત્યારે મોડી રાત્રિના સાતથી આઠ જેટલા લૂંટારૂઓ મોઢા પર બુકાની બાંધી દરવાજો તોડીને ઘરમાં ઘૂસી આવ્યા હતા અને દંપતી સહિત તેમના સાસુ સસરા બંધક બનાવી લીધા હતા. દરમિયાન યુવકે પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા તેના પર લાકડી થી હુમલો કર્યો હતો. લૂંટારૂઓએ હિન્દી ભાષામાં તુમ્હારે પાસ જોવું છે ભી હે હમે દેદો વરના તુમકો જાન સે માર ડાલેંગે તેવી ધમકી આપી હતી. ત્યારબાદ તેમની પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.80 હજારની સનસનાટી ભરી લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.


વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના પાટોદ ગામની સીમમાં આવેલા એક ફાર્મહાઉસમાં કમ્પાઉન્ડ વોલ કૂદી રાત્રીના સમયે 7 થી 8 બુકાનીધારી લુટારૂ હથિયારો સાથે ધસી આવ્યા હતા. ત્યારબાદ દરવાજો તોડી લૂંટારૂઓ ઘરમાં ઘૂસી આવ્યા હતા. ગુજરાતી લૂંટારૂઓ હિન્દી ભાષા બોલવાની એક્ટિંગ કરતા હોય કાચી પાકી હિન્દી ભાષામાં માતા પિતા અને પુત્ર તેમજ પુત્રવધૂને બંધક બનાવી લીધા હતા.

ત્યારબાદ લુટારુઓએ ફિલ્મી સ્ટાઈલમાં તુમારે પાસ જો કુછ ભી હે હમે દેદો વરના તુંમ શબકો માર દેંગે તેવી ધમકી આપી હતી. દરમિયાન યુવકે ઉઠીને સામનો કરવાનો પ્રયાસ કરવાં જતા ત્યારે લુટારુઓએ લાકડીનો પગના ભાગે ફટકો માર્યો હતો. ત્યારબાદ તેમની પાસેથી પાસેથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી રૂપિયા 80 હજારની મતાની સનસનાટી ભરી લૂટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. દંપતી સહિતના પરિવારે સવારે પોલીસને જાણ કરતા જ સ્થાનિક પોલીસ સહિત એલસીબી ની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

જેની ફરિયાદ પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે લૂંટારોની શોધખોળ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફાર્મ હાઉસમાં દંપતિ રખેવાળી કરવા માટે રહેતું હતું અને તેમના સાસુ અને સસરા પુત્ર અને પુત્રવધૂને મળવા આવ્યા હતા. ત્યારબા ચાર લોકો ઘટના સૂતા હતા ત્યારે હાઉસની કમ્પાઉન્ડ ની દીવાલ કૂદીને સાતથી આઠ લૂંટારો હથિયાર સાથે આવ્યા હતા અને ચાર લોકોને દમ બંધક બનાવી તેમની પાસેથી લૂંટ ચલાવતા ચકચાર મચી ગઈ હતી.

Most Popular

To Top