વડોદરા , તા. ૧૬
પરિવાર ચાર રસ્તા પાસે આવેલા બુસ્ટર વિભાગમાં ફરજ બજાવતા ૩૦ વર્ષીય કર્મચારીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જોકે તેના મૃતદેહના પોસ્ટમોર્ટમ અર્થે તેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પરિવારજનોએ કોન્ટ્રાકટર પર આક્ષેપ લગાવીને જ્યાં સુધી મૃતકને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ લેવાની ના પાડી હતી. આમ સયાજી હોસ્પીટલમાં લાશ લેવા બાબતે હોબાળો મચ્યો હતો.
ઘટના સ્થળનો ફોટો
મહાનગર પાલિકા હેઠળ પરિવાર ચાર રસ્તા પાસેના પાણી પુરવઠા વિભાગના બુસ્ટર શાખામાં ફરજ બજાવતા ૩૦ વર્ષીય મિતેષ ઠાકોર (રહે, જયનારાયણ નગર , ડભોઇ રોડ) ને આજે કામ કરતી વખતે અચાનક જ બુસ્ટરમાં શોર્ટ સર્કીટ થતા તેઓને કરંટ લાગ્યો હતો. જેથી તેઓ ત્યાં જ બેભાન થઇ જતા તેઓને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જોકે તેમના મૃતદેહને પણ પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પરિવારજનોએ કોન્ટ્રાકટર પર તેમજ સુરક્ષાના સાધનો ન હોવાનો આક્ષેપ કરીને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો હતો. જોકે બનાવ અંગે પાણીગેટ પોલીસે ગુનો નોધીને સારવાર હાથ ધરી હતી.