Vadodara

પાણીગેટ મહાદેવનગર સોસાયટીમાંથી લાઇટીગના 1,88,000ની મતાનો સામાન ચોરી જનાર રાજસ્થાનથી ઝડપાયો

ગત તા. 02જી ફેબ્રુઆરીના રોજ સરાફી લાઇટો,એલ ઇ ડી લાઇટો,લેઝર કંટ્રોલ સોફ્ટવેર તથા લેપટોપની ચોરી કરી હતી

આરોપી અગાઉ લાઇટીગનુ કામ કરી ચૂક્યો હતો અને જ્યાં ચોરી કરી ત્યાં અગાઉ રહેતો હતો

(પ્રતિનિધિ) વડોદરા તા. 10

શહેરના પાણીગેટ વિસ્તારમાં લાઇટીગ ડેકોરેશનનો ધંધો કરતા વેપારીના બંધ ગોડાઉનમાંથી દરવાજાનો નકૂચો તોડી એલ ઇ ડી લાઇટો સારફી લાઇટો, સોફ્ટવેર તથા લેપટોપ સહિતના આશરે કુલ રૂ. 1,88,000ની કિંમતના સામનની ચોરી કરનાર ઇસમને પાણીગેટ પોલીસે રાજસ્થાનથી મુદામાલ સાથે ઝડપી પાડયો.

શહેરના વાઘોડિયારોડ ખાતે આવેલા રામ વાટિકા સોસાયટી પાછળના સૂર્યા ફ્લેટ્સના ફ્લેટ નંબર 404મા રહેતા નિકુંજ ભાઇ કૈલાશભાઇ માછી પોતાના પરિવાર સાથે રહે છે અને શહેરના ઉમા ચારરસ્તા નજીક વૈષ્ણવદેવી કોમ્પલેક્ષમા રહેતા સુભાષ કનુભાઇ માછી સાથે ભાગીદારીમાં લાઇટીગ ડેકોરેશનનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે.તેઓ આ લાઇટીગ ડેકોરેશનનો સામાન પોતાના મિત્ર સંદિપ વસંતભાઈ રાવળના ઠેકરનાથ મહાદેવ મંદિર પાસેના મકાન નંબર 31મા મૂકે છે.ગત તા. 02જી ફેબ્રુઆરીના રોજ સિંધરોટ ખાતે લાઇટીગ ડેકોરેશનનો કાર્યક્રમ હોવાથી પોતાના ભાગીદાર સુભાષ માછી તથા તેઓ સાથે કામ કરતા મજૂરો સાથે સામાન લઈ રૂમને તાળું મારી ને ગયા હતા અને રાત્રે અગિયાર વાગ્યે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સિઘરોટથી પરત મકાન પર આવીને મકાન ખોલી સમગ્ર લાઇટીગનો સામાન ઉતારી ગોત્રી ખાતે એક પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ હોવાથી સામાન લઈ પીક અપ ગાડીમાં મજૂરો સાથે મોકલાવી નિકુંજ ભાઇ પોતાના ઘરે જતા રહ્યા હતા અને બીજા દિવસે એટલે કે તા. 03 ફેબ્રુઆરીના રોજ સવારે દસ વાગ્યાના અરસામાં નિકુંજ ભાઇ પોતાના ઘરે હતા તે દરમિયાન કામ કરતા મજૂર શશાંક માછીએ ફોન કરીને જણાવ્યું હતું કે સારફી લાઇટ અને બેગ મળતા નથી જેથી નિકુંજ ભાઇ અને સુભાષભાઇએ પોતાના મકાનમાં રહેતા મજૂરોને પૂછ્યું હતું પરંતુ તેઓને પણ આ અંગેની ખબર ન હતી બીજા દિવસે નારેશ્વર ભરુચ કાર્યક્રમ હોવાથી ત્યાં સામાન ભરતી વખતે પણ સારફી લાઇટ જોવા મળી ન હતી જેથી મકાનમાં તપાસ કરતાં મકાનના પાછળના દરવાજે દરવાજાની સ્ટોપરનો નકૂચો તૂટેલો હોય ચોરી થયાનું જણાયું હતું જેથી આસપાસ તપાસ હાથ ધરતાં પાછળના ભાગે સીડીની ટેરેસ પર બે સરાફી લાઇટની પેટીઓ ખુલ્લી હાલતમાં મળી આવી હતી જેથી નીચે આવીને સામાન ચેક કરતા 12નંગ સારફી લાઇટો જેની આશરે કિંમત રૂ 1,30,000, ચાર નંગ એલ ઇ ડી લાઇટો જેની અંદાજે કિંમત રૂ 8,000,લેઝર કંટ્રોલ સોફ્ટવેર જેની આશરે કિંમત રૂ 25,000,લેનોવા કંપનીનું લેપટોપ જેની અંદાજે કિંમત રૂ 25,000 મળીને આશરે કુલ રૂ.1,88,000ના મતાની ચોરી થઇ હોવા અંગેની પોલીસ ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કરાતાં પોલીસે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન ટેકનિકલ અને હ્યૂમન સોર્સના આધારે માહિતી મળી હતી કે અગાઉ લાઇટીગનુ કામ કરતો અને ચોરી વાળી જગ્યાએ રહેતો મહેશ પ્રકાશભાઇ કટારા (રહે.ઘોડાદરા ગામ ભગતપુર પંચાયત તા.કુશલગઢ, જિલ્લો બાજવાડા રાજસ્થાન) બોલેરો ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -18-બીબી-6503મા ચોરી કરી સામાન લઈ ગયો હતો જેથી ત્યાં તપાસ કરતાં તેના મકાનના રસોડાના રૂમમાંથી સારફી લાઇટો,એલ ઇ ડી લાઇટો,લેઝર કંટ્રોલ સોફ્ટવેર તથા લેપટોપ સાથેનો મુદામાલ મળી આવ્યો હતો.મહેશ કટારાની પૂછપરછ કરતાં તેણે કુશલગઢથી બોલેરો ગાડી ભાડેથી મંગાવી તેના મિત્રોને બોલાવી સામાન ભરી ગયો હતો જેથી તેની મુદામાલ સાથે ધરપકડ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top