પોલીસ કાફલો ઘટનાસ્થળે, તપાસ શરૂ
વડોદરા : વડોદરા શહેરના પાણીગેટ દરવાજા પાસે આવેલા હનુમાન મંદિર નજીક એક વ્યક્તિ પર ધાતક હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ, અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં પીડિતને ઇજાઓ પહોંચી હોવાનું જણાવાઈ રહ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ઘટનાસ્થળે અચાનક અફરાતફરી મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ દ્વારા વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. હુમલાના કારણો અને આરોપીઓની ઓળખ અંગે પૂછપરછ ચાલી રહી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.