ફિલ્મ ખાલી એન્ટરટેઈનમેન્ટ આપે એવું જરૂરી નથી, ઘણી વાર કિસ્સા, ઘટના અને વિવાદ પણ આપતી હોય છે. એ વિવાદ અમુક વાર ફિલ્મ રિલીઝ થયા પહેલા પણ આવી જતો હોય છે. હાલ એક વિવાદ સીધો પાકિસ્તાનથી બોલીવુડમાં આવી રહ્યો છે અને બોલીવુડ બે ભાગમાં વહેંચવાનું છે. જેમાં નેતાઓ પણ શામિલ થવાનાં છે. 2016માં પાકિસ્તાના આતંકવાદી સંગઠને આપણા દેશમાં અટેક કર્યો, જવાનો શહિદ થયા અને આપણે તેનો ઘણી બધી રીતે જડબાતોડ જવાબ આપ્યો. બોલીવુડ પણ તેમાં આગળ આવ્યું અને ભારતે પાકિસ્તાની કલાકારોનાં ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકાયો. આતીફ અસલમ, રાહત ફતેહઅલી ખાન, ફવાદ ખાન, માહિરા જેવા કલાકરો જે બોલીવુડમાં કામ કરતા તેમને પાકિસ્તાન પરત કરી દેવામાં આવ્યા. ત્યાર બાદ 2023માં મુંબઇ હાઈકોર્ટે કહ્યું કે આવી રીતે પ્રતિબંધો મુકવાથી બે દેશ વચ્ચે શાંતિ નહીં સ્થપાય શકે. અને ફિલ્મમાં જેમ હીરોની એન્ટ્રી થાય તેમ હીરો ફવાદ ખાન બોલીવુડની બોર્ડરમાં ‘અબીર ગુલાલ’ દ્વારા તે પ્રતિબંધના 9 વર્ષ બાદ એન્ટ્રી લઇ રહ્યો છે. ફવાદ 2016 પહેલા બંને દેશોમાં ઘણો જણીતો કલાકાર હતો, હિન્દી ફિલ્મોમાં હીરો તરીકે ખાનત્રિપુટી પછી પોતાનુંય નામ કરવું હતું. ‘ખુદા કે લિયે’ ફિલ્મથી મશહુર થયેલા ફવાદે પાકિસ્તાનમાં નહીં ભારતમાં જ કારકિર્દી બનાવવી હતી પણ 2016માં ઉરી હુમલા પછી એ પ્રતિબંધ મુકાયો ત્યારે તે કેટરીના સાથે કરનની ફિલ્મમાં કામ કરી રહ્યો હતો. કરને ફિલ્મ અટકાવી દીધી અને ફવાદ ખાન પાકિસ્તાન ભેગો થઇ ગયો. પણ હવે તેની ‘ઝિંદગી ગુલઝાર હૈ’ હમણાં આવી રહેલી ફિલ્મથી ફવાદ ખુશ છે. તેની આ ફિલ્મ ‘અબીર ગુલાલ’ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં વાણી કપૂર હીરોઇન છે. ફિલ્મને ડિરેક્ટ કરી છે આરતી બગદાદી, જેમનું નામ હાલ ઓછા લોકોને ખબર હશે પણ મૂવી રીલિઝ થવાં સુધીમાં જાણીતી થઈ જશે એ નક્કી છે. ફિલ્મનું ટ્રીઝર ઘણું પ્રોમિસિંગ દેખાઈ રહ્યું છે, ફિલ્મ કેવી હશે એ તો 9 મે 2025એ જો ફિલ્મ રિલીઝ થાય તો જ ખબર પડશે. મૂળ પશ્તુન એવો ફવાદ અત્યારે ત્રણે ખાન ઢીલા પડ્યા છે ત્યારે એન્ટ્રી લઇ રહ્યો છે. જો કે હિન્દી ફિલ્મોમાં તેની ફરી ‘ઢેનટેંણેન’ રિએન્ટ્રી થઇ રહી છે એવું માનવું ભુલ ભરેલું છે. ફવાદ ખાનને હિન્દી ફિલ્મ મળી અને હીરો તરીકે રિએન્ટ્રી મળી એ માટે બિરદાવવો તો જોઈએ. ફવાદે એક વખત મુંબઇમાં ધામા નાંખેલા કે હિન્દી ફિલ્મોમાં કામ મળે અને ‘ખૂબ સૂરત’થી શરૂઆત પણ થઇ પરંતુ ‘એ દિલ હે મુશ્કિલ’ સુધીમાં તેની આશા પર પાણી ફરી વળ્યુ, તે હવે જેમ તેમ પાણી ઊતર્યુ છે. તેની આગળની કારકિર્દી ખબર નથી. ફવાદના એટલે કે પાકિસ્તાની એક્ટરના કમ બેક પર વિરોધ થઇ જ રહ્યો છે. મુંબઈમાં મનસે, શિનસેનાનાં નેતાઓએ મહારાષ્ટ્રમાં બેન કરવાનો અને તેનો બહિષ્કાર કરવાની વાતો મીડિયા સામે કરી ચુક્યા છે. તો સુષ્મિતા, અમિષા, સન્ની દેઓલ જેવા ઘણાં સેલેબ્રિટીઝ ફવાદનું વેલકમ કરી રહ્યા છે. સ્ક્રીન પર પાકિસ્તાનીઓની ધોલાઈ કરતા સન્ની પાજીનું કહેવું છે ‘અમે કલાકાર બધા જ માટે કામ કરીયે છીએ’ જ્યારે અમિષા એ કહ્યું કે ‘આપણી સંસ્કૃતિ બધાને આવકારો આપવાનું શીખવે છે’ તો મિસ યુનિવર્સ સુશ્મિતાનું કહેવું છે કે ‘કલાકારો અને ખેલાડીઓને કોઈ બોર્ડરમાં નહિ બાંધવા જોઈએ, ક્રિએટીવ કામ કોઈ બંધન ન હોય તો જ થઇ શકે’ એમ તો ચુકાદો આપવાનો અધિકાર અને કામ માટે ન્યાયાલય છે જ એટલે ઑડિયન્સએ મન હોય તો ફિલ્મ જોવા પહોંચી જવું. •