Dakshin Gujarat

પહેલા નોરતાએ અંકલેશ્વરની સંસ્કારદીપ શાળામાં માતૃ પૂજનનો કાર્યક્રમ થયો


બાળકે માતાના ચરણ સ્પર્શ કરીને આર્શીવાદ લેતા જ ભીની આંખના દ્વશ્યો સર્જાયા


ભરુચ,અંકલેશ્વર,તા.3
“માતાએ જગતનો સૌથી સંપૂર્ણ શબ્દ કહેવાય”.નવરાત્રીના પહેલા દિવસે અંકલેશ્વર GIDCમાં આવેલ સંસ્કારદીપ વિદ્યાલયમાં માતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં પોતાનો બાળક જ્યારે માતાના ચરણ સ્પર્શ કરીને આર્શીવાદ લેતા જ ભીની આંખના દ્વશ્યો જોવા મળ્યા હતા.


હજારોની સંખ્યામાં માત્ર જનનીઓ ખુરશી પર બેસાડીને પોતાનું બાળક એક પ્લેટમાં કંકુ,ચોખથી કુમકુમ તિલક કરતો હોય અને પોતાની માતાને મોઢું મીઠું કરાવ્યુ,એ વેળા માતાની આંખો દરિયાની જેમ છ્લકાય ગઈ હોય એવું કાર્ય અંકલેશ્વર GIDCમાં આવેલ સંસ્કારદીપ વિદ્યાલયમાં નવદુર્ગા મિત્ર મંડળના સહયોગથી પ્રથમ નવરાત્રીએ માતૃ પૂજનમાં થયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ,સંસ્કારદીપ ટ્રસ્ટના પ્રમુખ એન.કે.નાવડીયા,માનદ મંત્રી હિતેનભાઈ આણંદપુરા,નવદુર્ગા મિત્ર મંડળના પ્રમુખ ભગવાનભાઈ પટેલ,ખજાનચી ગીતા શ્રીવત્સન સહિત સ્કૂલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતો.

Most Popular

To Top