હમણાં પ.બંગાળમાં ભયંકર હિંસક તોફાનો થવા પામ્યા છે. હિંસા ઉપર ઉતરી આવેલા લોકોએ એક ઘરમાં ઘુસીને બાપ અને દીકરાની હત્યા પણ કરી નાંખી. બંગાળનાં એક ગામમાંથી જીવ બચાવવા માટે કેટલાક લોકોએ ઉચાળા ભરવા માંડ્યા છે. બોર્ડર સિકયોરીટી ફોર્સનાં જવાનોએ મોરચો સંભાળી લીધો છે. રાજ્યનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી જાણે નિષ્ક્રિય હોય એવું લાગી રહ્યું છે. કાયદો વ્યવસ્થા કથળવા લાગે ત્યારે કેન્દ્રને એમ લાગે કે હવે રાજ્ય સરકાર પહોંચી નથી વળે, અથવા સરકાર આંખઆડા કાન કરે ત્યારે કેન્દ્ર જે તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદે છે. 1974માં ગુજરાતમાં અનામત આંદોલન વખતે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. એ રીતે હવે મમતા બેનર્જીની સરકારને ઘરભેગા કરીને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો સમય પાકી ગયો છે. હરેક બાબતે મમતા બેનર્જી કેન્દ્ર સાથે વિરોધમાં જ ચાલતા હોય છે. અમુક હદ સુધી રાજ્ય સરકારનું આવું બેહુદુ વલણ ચલાવી લેવામાં આવતું હોય છે. હવે હદ થઇ ગઇ છે.
સુરત – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.