Warning: file_put_contents(): Only -1 of 1338 bytes written, possibly out of free disk space in /home/gujaratmitraco/public_html/wp-content/plugins/wp-optimize/minify/class-wp-optimize-minify-cache-functions.php on line 412

Vadodara

પતિ ની પર સ્ત્રી સાથેની ચેટ પોલીસકર્મી પત્ની એ ઝડપી પડતાં પડ્યો માર

કેમ અન્ય યુવતીઓ સાથે વાતો કરો છો તેવુ કહેનાર પત્નીને પતિએ ફટકારી, કોઇને વાત કરીશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી

પરીણીતાને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા માતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગ

સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા લોકરક્ષકે તેમના પતિના મોબાઇલમાં સોશિયલ મીડિયા પર અન્ય યુવતીઓ સાથે ચેટ પકડી હતી. ત્યારે પતિએ તુ મારો ફોન કેમ અડી તેમ કહીને પત્નીને માર માર્યા બાદ નીચે પાડી દઇ પેટમાં લાતો પણ મારી હતી. બાદમાં આ વાતની કોને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા પત્ની ડરી ગઇ હતી. ત્યાં તેને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ખુદ પોલીસ કર્મીએ પતિ વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટશનમાં ફરીયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના શિયાપુરા દત્તકૃપા એપાર્ટમેન્ટમાં રહેતા નિકીતાબા રામસિંહ રાઠોડે (ઉં.વ.25)સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં મહિલા લોકરક્ષક તરીકે નોકરી છે. તેઓએ પોલીસ ફરીયાદ નોંધાવી છે કે મે મારા કોલેજ મિત્ર મૌલિકસિંહ ઉર્ફે રુદ્ર નરેન્દ્રસિંહ રાઠોડ સાથે 17 ફેબ્રુઆરીના રોજ જ્ઞાતિના રિવાજ મુજબ લગ્ન કરી લીધા હતા. 10 દિવસ હુ સાસરીમાં રહયા બાદ પતિ સાથે વડોદરામાં રહેવા માટે આવી હતી. 28 માર્ચના રોજ વહેલી સવારે મે ઉઠી હતી ત્યારે મારા પતિનો મોબાઇલ ચાર્જિંગમાં હતો. જેથી મે પતિનો મોબાઇલ જોતા સોશિયલ મીડિયા પર અન્ય યુવતીઓ સાથેની ચેટ જોવા મળતા મોબાઇલ મુકી દીધો હતો. જ્યારે મારા પતિ આઠ વાગે ઉઠ્યા ત્યારે મોબાઇલ લઇને વોશરૂમમાં ગયા હતા. થોડીવાર બાદ વોશરૂમમાં બહાર આવીને તુ મારા ફોનને કેમ અડી મારા ફોનનું  આઇડી જતું હ્યું તેમ કહેવા લાગ્યા હતા. જેથી મે તમને ના પાડુ છુ તેમ છતાં કેમ અવાર નવાર અન્ય છોકરીઓ સાથે વાતો કરો છો. જેથી તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને મને ગાળો આપી માર માર્યા બાદ પેટમાં લાતો મારી હતી. ત્યારબાદ મને વાળ પકડી ઢસડી હતી. આ વાતની કોઇને જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. જેથી હુ ડરી ગઇ હતી અને મારા ઘરે જવા માટે નીકળી ગઇ હતી. મારી માતાને જાણ કરીને મારી ફરજ પર જતી રહી હતી. નોકરી પરથી હુ ઘરે ગયા બાદ મને વધુ દુખાવો ઉપડતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રાવપુરા પોલીસે મહિલા લોકરક્ષકની ફરીયાદના આધારે પતિ સામે ગુનો દાખલ કર્યો છે.

લગ્નના ચાર પાંચ દિવસમાં અન્ય યુવતીઓ સાથે પતિ ચેટ કરતા પકડાયો હતો

મારા પતિ મોલિકસિંહ રાઠો સાથે 7 ફેબ્રુઆરીના રોજ લગ્ન થયા હતા. પરંતુ પતિ સોશિયલ મીડિયા પર વધારે સમય ચેટિંગ કર્યા કરતા હતા. જેથી મે તેમને વારંવાર ચેટ બાબતે ટોક્યા હતા. તેમ છતાં તેઓ ચેટિંગ ચાલુ રાખ્યું હતું. દરમિયાન  લગ્નના ચાર પાંચ દિવસ બાદ તેઓ અન્ય યુવતી સાથે ચેટિંગ કરતા પકડ્યા હતા. ત્યારે પણ તેઓએ પત્ની સાથે મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યો હતો.

Most Popular

To Top