દાહોદ તા. ૧૨
દાહોદ જિલ્લામાં સ્ત્રી અત્યાચારના બનેલા બે બનાવો બનાવ પામ્યાં છે જેમાં બંન્ને બનાવોમાં પરણિતાઓને તેમના પતિ તથા સાસરીયાઓ દ્વારા શારિરીક અને માનસીક ત્રાસ આપી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતાં બંન્ને પરણિતાઓ દ્વારા ન્યાયની ગુહાર માટે મહિલા પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યાંનું જાણવા મળે છે. સ્ત્રી અત્યારનો પ્રથમ બનાવ દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તાર ખાતે સહયોગનગર ખાતે રહેતાં ૫૭ વર્ષિય પુર્ણીમાબેન યોગેશભાઈ શીર્કે સાથે બનવા પામ્યો હતો જેમાં પુર્ણીમાબેન દ્વારા દાહોદ મહિલા પોલીસ મથકે તેઓના પતિ યોગેશભાઈ મધુસુદન શીર્કે વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, તેઓના લગ્ન તારીખ ૦૧.૦૬.૧૯૯૦ના રોજ તેઓના સમાજના રિત રીવાજ મુજબ થયાં હતાં ત્યારે લગ્નના ૩૦ વર્ષ જેવુ સારૂં રાખ્યાં બાદ પતિ યોગેશભાઈનું પોત પ્રકાશ્યું હતું અને પત્નિ પુર્ણીમાબેન સાથે અવાર નવાર એનકેન પ્રકારે ઝઘડો તકરાર કરી, વારંવાર મારઝુડ કરી, અન્ય પુરૂષોના શક, વહેમ રાખી ઘરમાંથી નીકળી જવાની તેમજ મારી નાંખવાની ધમકી આપી શારિરીક અને માનસીક ત્રાસ આપતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતા પુર્ણીમાબેન યોગેશભાઈ શીર્કે દ્વારા પોતાના પતિ યોગેશભાઈ વિરૂધ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજાે બનાવ ઝાલોદના ગોલાણા ગામે બનવા પામ્યો હતો જેમાં દાહોદ જિલ્લાના સીંગવડ ગામે રહેતાં ૨૫ વર્ષિય પરણિતા પુષ્પાબેન ગુમાનભાઈ ડગ્યાના લગ્ન તારીખ ૧૦.૦૩.૨૦૨૩ના રોજ ઝાલોદ તાલુકાના ગોલાણા ગામે ચોકડી વિસ્તારમાં રહેતાં વિજયભાઈ મલસીંગભાઈ સંગાડા સાથે સમાજના રિત રીવાજ મુજબ થયાં હતાં ત્યારે પરણિતા પુષ્પાબેનને લગ્ન બાદ એક દિવસ જેવુ સારૂ રાખ્યા બાદ પતિ વિજયભાઈ, સસરા મલસીંગભાઈ મનીયાભાઈ સંગાડા, સાસુ હુમલીબેન મલસીંગભાઈ સંગાડા તથા સાસરી પક્ષના શંકરભાઈ મલસીંગભાઈ સંગાડાનું પોત પ્રકાશ્યું હતું અને પતિ વિજયભાઈ દ્વારા પરણિતા પુષ્પાબેન સાથે અવાર નવાર ઝઘડો તકરાર કરી, મારઝુડ કરતા હતાં ત્યારે પરણિતા પુષ્પાબેનને સાસરીપક્ષના લોકો દ્વારા ઘરના કામકાજ બાબતે મેહણા, ટોણા મારી, ઘરમાંથી નીકળી જવાની ધમકીઓ આપતાં હતાં અને પરણિતા પુષ્પાબેનને તેના પિતાના ઘરેથી ઘરેણા તેમજ રૂપિયા લઈ આવવા તેમજ કહેજની માંગણી કરી, જાે નહીં લાવે તો મારી નાંખવાની ધમકીઓ આપી પરણિતા પુષ્પાબેનને પતિ તથા સાસરીયાઓ દ્વારા શારિરીક અને ત્રાસ આપતાં આ સંબંધે પરણિતા પુષ્પાબેને તેમની પિયરની વાટ પકડી હતી અને આ સંબંધે પતિ તથા સાસરીપક્ષના લોકો વિરૂધ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પતિ તથા સાસરીયાઓએ શારિરીક અને માનસિક ત્રાસ આપી પહેરેલા કપડે પરિણીતાને કાઢી મૂકી
By
Posted on