Charchapatra

પતંગની ઉડાન

ઉત્સવઘેલાં સુરતીઓનો પ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ મકર-સક્રાંતિ આવી રહી છે. આકાશમાં રંગબેરંગી – પતંગો ઊડતાં નજરે પડશે, દેશી તથા ચાઈનીઝ દોરાને માંજો પાઈને કડક-ધારદાર બનાવવામાં આવે છે. જેથી આકાશમાં ઊંચી ઉડાન ભરતાં પતંગો સાથે પેચ લગાવવાથી ભર દોરીએ ઊડતો પતંગ કપાઈ જાય છે. ઊંચી ઉડાન ભરતો પતંગ માનવજીવનને સંઘર્ષ સાથે લડો અને પ્રગતિ કરવાનો પૈગામ આપે છે.

જયારે કપાયેલો પતંગ રખડતો, ભટકતો નદી, તળાવ, કોતર, ખેતરમાં પડીને વિરામ પામે છે. કપાયેલા પતંગને લૂંટનારા-અનેક રસિયા હોય છે. ઘણાંને લૂંટેલો પતંગ ચગાવવાનો શોખ હોય છે. આ વર્ષની ઉત્તરાયણ ખૂબ જ મહત્ત્વની છે. અયોધ્યામાં શ્રીરામના મંદિરનું ઉદ્દઘાટન સુરતનું ડાયમંડ બુર્સ, પ્રધાનમંત્રી મોદીની થીમવાળા પતંગો ખૂબ વેચાયા છે. સુરતીલાલાઓ મેદાન પર તથા ઊંચી ઇમારતના માળ પર ચઢીને ડી. જે.ના સૂરતાલ તથા જલેબી-ફાફડા તથા ઉંધિયાની જયાફત ઉડાવશે અને કાઈપો છે કાઈપો છે ની બૂમરાણ સંભળાશે. જીવન અને મૃત્યુ સનાતન સત્ય છે.
તરસાડા   – પ્રવીણસિંહ મહીડા–  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કોલ્ડ સ્ટોરેજનું વ્યાપારીકરણ
સરકારે કોલ્ડ સ્ટોરેજમાં લીમીટ બાંધી આપી છે છતાં તેની ઉપરવટ જઈને યુપીવાસી અને બિહારીઓ કૃત્રિમ શોર્ટેજ ઊભી કરવા ઉપરોક્ત મર્યાદાનો ગેરલાભ ઉઠાવે છે. ભરશિયાળે લીલા કરીને મબલખ પાક ઊંચા ભાવે કેમ વેચાય છે. આમાં ખાસ કરીને વચેટિયાઓની ભૂમિકા શંકાસ્પદ છે. ભાવવધારા માટે તેઓ સીન્ડીકેટ બનાવી આમ પ્રજાને અને સરકારને બાનમાં લે છે.સ્વાદરસિયાઓ બુમરાણ મચાવતાં જાય અને મોંઘા ભાવે પણ ઉંધિયાનો રસાસ્વાદ છોડતા નથી. ભાવ વધઘટ  માટે પુરવઠા ખાતાનો અંકુશ નિરર્થક સાબિત થયો છે.
અડાજણ.        -અનિલ શાહ–  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top