- વડોદરા SPએ ચાર્જ સાંભળતા જ આકરા પગલા ભર્યા
- બુટલેગરને દારુની પેટીઓ પઘરાવતા વિડીયો મામલે કાર્યવાહિ
- જરોદ પોલીસ મથક સહિત જીલ્લા પોલીસ બેડામા હલચલ
વાઘોડિયા: જરોદ પોલીસે વિદેશી દારુ ભરેલા કન્ટેનરમાંથી વિદેશીદારુ ઝડપી પાડ્યા બાદ માનીતા બુટલેગરને દારુની પેટીઓ પધરાવતા હોવાનો વિડીયો વાયરલ થયાની તપાસ બાદ વડોદરા SPએ ચાર્જ લીધાના નવમા દિવસે જ કડક પગલા ભરી પાંચેય પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામા ચકચાર મચી ગઈ છે. વડોદરા-હાલોલ એક્સપ્રેસ હાઈવે પર આસોજની સીમમાંથી ગત ચાર ઓગષ્ટે પોણાપાંચ વાગે રૂા.૩૯.૬૫ લાખનો દારૂ પકડાયો હતો. જે પૈકી દારૂની કેટલીક પેટીઓની જરોદ પોલીસના ડી-સ્ટાફે બૂટલેગરોને વેચવાનો વિવાદ વકર્યો હતો. જેનો વિડીયો વાયરલ થયો હતો.જે અંતર્ગત SPના ડી-સ્ટાફના ત્રણ હે.કો. અને બે પો.કો.ને સસ્પેન્ડ અને પીઆઈને લીવ રિર્ઝવ અને GRDની હકાલપટ્ટીના આદેશથી પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. પોલીસે વડોદરા-હાલોલ એક્સપ્રેસ હાઈવે પર આસોજની સીમમાંથી કન્ટેનરમાંથી રૂા.૩૯.૬૫ લાખનો દારૂ સાથે ઝડપી લીધો હતો. જે બાદ કન્ટેનરને ચોક્કસ જગ્યાએ લઈ જવાયું અને મંજુસર-વાઘોડિયાના ત્રણ બૂટલેગરોને સ્થળ પર બોલાવાયા હતાં. પોલીસના કેટલાક માણસોએ માનીતા બૂટલેગરોને દારૂની કેટલીક પેટીઓ પધરાવી હતી. જેનો એક વીડિયો વાઈરલ થતા મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. રેલો આવતા અગાઉના SP રોહન આનંદે તપાસ બરોડા ડિવિઝનના DySPને સોંપી હતી.DySPએ દ્વારા પીઆઈ, પાંચેય કોન્સ્ટેબલો, જે તે સમયના પીએસઓ અને ક્રાઈમ રાઈટર હેડની પૂછપરછ કરી હતી. દરમિયાન SP રોહન આનંદની બદલી થઈ અને નવા SP તરીકે સુશિલ અગ્રવાલે ચાર્જ સંભાળ્યો હતો. SPએ ચાર્જ લીધાના નવમાં દિવસે દારૂ પ્રકરણમાં આકરા પગલા લીધાં છે. જે અંતર્ગત પીઆઈ એમ.આર.ચૌધરીને લીવ રિર્ઝવમાં મુકાયા છે. આ ઉપરાંત ડી-સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ હાથીસિંહ, મહેશભાઈ અરવિંદભાઈ, વિપુલકુમાર શિવશંકર તથા પોલીસ કોન્સ્ટેબલ મેઘરાજભાઈ રણછોડભાઈ અને કુલદીપસિંહ જનકદાનને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત તાહીર સત્તારભાઈ ઘાંચીનું જીઆરડી તરીકેનું નામ કમી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, નવા એસપી દ્વારા કરાયેલી કાર્યવાહીને પગલે જિલ્લા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે.