ગોધરા: પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડએ ગોધરાના પશ્ચિમ પોલીસ સ્ટેશનના રેલવે ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડ્યો હતો.
પંચમહાલ-ગોધરા રેન્જની પેરોલ-ફર્લો સ્કવોર્ડ દ્વારા રેલવે ચોરીના ચાર ગુનાઓમાં વોન્ટેડ અને કુલ ૧૫ જેટલા વોરંટના કામે નાસતા ફરતા આરોપી હસન ઉર્ફ ટક્કન સલીમ ઉર્ફ ટુટીયા શેખ ઉ.વ. ૨૨, રહેવાસી – સિગ્નલ ફળીયા, તલાવડી, ગોધરાને ઝડપી પાડવામાં આવ્યો છે.
આરોપી હસન સામે પશ્ચિમ રેલ્વે પોલીસ સ્ટેશન, ગોધરા ખાતે રેલવે ચોરીના ગુનાઓ આર.પી. એક્ટ કલમ ૩ હેઠળ નોંધાયેલા હતા.
પેરોલ-ફર્લો સ્કવોર્ડના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર. બી.એમ. રાઠોડની સૂચનાથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. એ.એસ.આઈ. હાર્દિકકુમાર કાનાભાઈને હ્યુમન સોસીર્સ દ્વારા બાતમી મળેલ હતી કે તેઓ ઈદગાહ મહોલ્લા ઉજેર મસ્જિદ ગોધરા ખાતે છે એ બાતમીના આધારે પેરોલ-ફર્લો સ્કવોર્ડની ટિમ તપાસ કરતા તે ત્યાંથી મળી આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ ઝડપાયેલા આરોપીને વધુ તપાસ અને કાર્યવાહી માટે ગોધરા રેલ્વે પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.