પ્રતિનિધિ ગોધરા તા.01
પંચમહાલ-ગોધરા પેરોલ ફર્લો સ્કવોર્ડના પોલીસ સ્ટેશન ઈન્સ્પેકટર બી.એમ. રાઠોડની ટીમે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પશુ અધિનિયમ હેઠળના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો.પેરોલ ફર્લો સ્કવોર્ડના એ.એસ.આઈ. રૂપસિંહ કલાભાઈને હ્યુમન સોર્સિસ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પશુ અધિનિયમ હેઠળના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઈસ્માઈલ યાકુબ બોકડા રહે. રહેમતનગર ઉર્દુ સ્કૂલની પાછળ, ગોધરા હાલ તેના ઘરે હાજર છે. આ બાતમીના આધારે પેરોલ ફર્લો પોલીસ સ્ટાફના માણસોએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી જેમાં આરોપીને રહેમતનગર ઉર્દુ સ્કૂલની પાછળ ગોધરા ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી માટે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.