ગોધરા: ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા IPS અને SPS અધિકારીઓના બદલી અને બઢતીના આદેશો અનુસાર, પંચમહાલ-ગોધરાના નવા પોલીસ અધિક્ષક (SP) તરીકે હરેશભાઈ દુધાત, IPS (GJ:2017)ની નિમણૂક કરવામાં આવી છે. આ પહેલાં તેઓ ગાંધીનગર ખાતે પોલીસ અધિક્ષક (ઈન્ટેલિજન્સ) તરીકે ફરજ બજાવતા હતા.હરેશભાઈ દુધાત હવે પંચમહાલ જિલ્લાના કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળશે. આ પદ પર અગાઉ ફરજ બજાવતા હિમાંશુ સોલંકી, IPS (GJ:2017)ની બદલી કરવામાં આવી છે.આ બદલીના પગલે જિલ્લાના પોલીસ વહીવટમાં ફેરફાર થયો છે, અને નવા અધિકારીના આગમનથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનવાની અપેક્ષા છે.