મળતી વિગતો મુજબ પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરા તાલુકાના નંદાપુરા અને મોટી કાટડી ગામે તેમજ મોરવા હડફ તાલુકાના ખાબડા અને ખાનપુર તથા ઘોઘંબા તાલુકાના જીંજરી ગામે શંકાસ્પદ ચાંદીપુરમ વાઇરસના કેસ મળી આવ્યા હતા. જેમાં મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામે એક બાળકનું મોત થવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેને લઈને જિલ્લા આરોગ્ય તંત્ર હરકત માં આવીને તમામ જગ્યાએ સઘન ચેકિંગ હાથ ધરી તમામ જગ્યા ઉપર દવાઓનો છંટકાવ કરવા માં આવી રહ્યો છે.પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં મોરવા હડફ તાલુકાના ખાબડા ગામે એક વર્ષનો બાળક તથા ગોધરા તાલુકાના નંદાપુરા ગામે એક ચાર વર્ષીય બાળકીને શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના લક્ષણો જોવાતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.આજરોજ પંચમહાલ જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગોધરા તાલુકા અને મોરવા હડફ તાલુકામાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસને લઈને સર્વેન્સની ટીમ દ્વારા ઘરે ઘરે ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. જેમાં ચેકિંગ દરમિયાન મોરવા હડફ તાલુકાના ખાબડા ગામે એક વર્ષના બાળકને તાવ ઝાડા ઉલટી થતાં તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બીજી બાજુ ગોધરા તાલુકાના નંદાપુરા ગામે એક ચાર વર્ષીય બાળકીને તાવ ઝાડા ઉલટી થતાં તાત્કાલિક વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.જેથી પંચમહાલ જિલ્લામાં વધુ બે શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના લક્ષણો ધરાવતા એક બાળક અને એક બાળકી મળી આવી હતી. જેથી પંચમહાલ જિલ્લાની આરોગ્યની ટીમ હરકતમાં આવી છે અને બંને ગામોમાં દવાનો છંટકાવ કરી ચેકિંગ હાથ ધર્યું છે.
