Godhra

પંચમહાલ કલેક્ટર અજય દહિયાએ શહેરા સેવા સદનની મુલાકાત લીધી

પ્રતિનિધિ ગોધરા તા.31
પંચમહાલ જિલ્લા કલેક્ટર અજયકુમાર દહિયાએ શહેરા સેવાસદન ખાતેની વિવિધ શાખાઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે નાગરિકોને પડતી મુશ્કેલીઓ અંગે રૂબરૂ માહિતી મેળવી હતી અને તેના નિરાકરણ માટે સૂચનાઓ આપી હતી.

કલેક્ટર અજય દહિયાએ પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ અને મામલતદાર ધર્મેન્દ્ર પી. પટેલ સાથે રહીને મામલતદાર કચેરી, ATVT શાખા, આધાર સેવા કેન્દ્ર, અને સમાજ સુરક્ષા શાખા સહિતની તપાસ કરી હતી. તેમણે આ કચેરીઓમાં આવેલા અરજદારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને તેમની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. અરજદારો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી મુશ્કેલીઓ અંગે તેમણે સ્થળ પર જ જરૂરી નિર્દેશો આપ્યા હતા, જેથી નાગરિકોને સરકારી સેવાઓ મેળવવામાં સરળતા રહે.

સેવાસદન ખાતેની મુલાકાતમાં ડેમલી ગ્રામ પંચાયતના દફ્તરની તપાસણી કરી હતી જેનો ઉદ્દેશ્ય રેકોર્ડ્સની જાળવણી અને ગ્રામીણ કક્ષાએ ચાલતી કામગીરીની પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો હતો.

Most Popular

To Top