Panchmahal

પંચમહાલ એલસીબી પોલીસે હાલોલ ગોધરા રોડ પરથી 43.81 લાખ રૂ. ના મુદ્દામાલ સાથે એક ખેપિયાને ઝડપી પાડ્યો.

પંચમહાલ જિલ્લા એલ.સી.બી પોલીસે હાલોલ ગોધરા હાઇવે રોડ પર આવેલ નવજીવન હોટલ પાસે નાકાબંધી કરી ટાટા કન્ટેનર વાહનમાંથી 33.64 લાખ રૂપિયાનો વિદેશી દારૂ મળી કુલ 43.81 લાખ રૂ.ના મુદ્દા માલ સાથે એક ખેપિયાને ઝડપી પાડ્યો હતો.

પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પંથકમાંથી પ્રોહીબિશનની અસામાજિક પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટેની કામગીરી કરી રહેલ પંચમહાલ જિલ્લા એલ.સી.બી પોલીસ ગોધરા શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ.દેસાઈએ પોતાના એલ.સી.બી સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહીબિશનની હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખીને રેડ કરવા વિવિધ સલાહ સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું જે અંતર્ગત કામગીરી કરી રહેલા પંચમહાલ જિલ્લા એસીબી પોલીસના એ.એસ.આઈ દિગપાલસિંહ દશરથસિંહને બુધવારે રાત્રિના સુમારે અંગત બાતમીદાર પાસેથી ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે કાલોલ તાલુકાના મલાવ ચોકડી બાજુથી એક ક્રેન વડે ટોચણ (ટોઈંગ) કરીને એક સફેદ કલરનું ટાટા 1109 મોડલ કન્ટેનર હાલોલ ગોધરા હાઇવે રોડ પર આવેલ હોટલ નવજીવન તરફ આવી રહ્યું છે જે ટાટા કન્ટેનરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ભરેલો છે જે બાતમીના આધારે જિલ્લા એલસીબી પી.એસ.આઇ પી.એન ઝાલા, એ.એસ.આઈ જયદીપસિંહ પ્રવિણસિંહ, અ.પો.કો. વિક્રમભાઈ મધુરભાઈ, અ.પો.કો.અલ્પેશભાઈ નારણભાઈ અને હાલોલ ટાઉન પોલીસ મથકના એ.એસ.આઈ ભરતભાઈ જીવાભાઇનાઓએ હાલોલ ગોધરા હાઇવે રોડ પર નવજીવન હોટલની સામે મુખ્ય રોડ પર નાકાબંધી કરી બાતમીવાળા ટાટા કન્ટેનરને ઝડપી પાડ્યું હતું જેમાં પોલીસે ટાટા કન્ટેનરના ચાલક દિનેશભાઈ રમેશભાઈ વ્યાસ મૂળ રહેવાસી. ગામ ફલોદી,એસ.ટી.સી સ્કૂલની પાસે જીલ્લો.જોધપુર રાજસ્થાન. હાલ,રહે. શીતલ નગર,ફ્લેટ નંબર 302, બિલ્ડીંગ નંબર 2 જૈન મંદિર સામે,વિરાર વેસ્ટ,તાલુકો. વસઈ,જિલ્લો પાલગર મહારાષ્ટ્રનાઓને ઝડપી પાડી ટાટા કન્ટેનરમાં તપાસ કરતાં એલ.સી.બી.પોલીસને કન્ટેનરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ બ્લ્યુ મલ્ટ વ્હિસ્કીના કવાના બોક્ષ નંગ 701 જેમાં કુલ 33,648 નંગ બોટલો જેની કિંમત 33,64,800/- રૂપિયાનો વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં પોલીસે વિદેશી દારૂ તેમજ ટાટા કન્ટેનર કિંમત 10,00,000/- એક મોબાઇલ ફોન કિંમત 10,000/- રોકડ રૂપિયા 6,650/- સહિત કુલ 43,81,450 /-રૂપિયાનો મુદ્દા માલ જપ્ત મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાયેલા આરોપી દિનેશભાઈ રમેશભાઈ વ્યાસ તેમજ ટાટા કન્ટેનરના માલિક અને બીજા અન્ય પાંચ ઈસમો મળી સામે હાલોલ ટાઉન પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી હતી જેમાં જિલ્લા એલસીબી પોલીસની ટીમે આંતર રાજ્ય વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી આંતરરાજ્ય દારૂના ખેપીયાને વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો સાથે ઝડપી પાડી ગણના પાત્ર કે શોધી કાઢ્યો હતો.

Most Popular

To Top