Halol

પંચમહાલને રાજ્ય કક્ષાની ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ સ્થાન

પંચમહાલનું ગૌરવ : નવરચના ગુરુકુળનું શાનદાર પ્રદર્શન

કાલોલ |
ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની ક્વિઝ કોમ્પિટિશનમાં કાલોલ સ્થિત નવરચના ગુરુકુળ શાળાએ પ્રથમ સ્થાન મેળવી પંચમહાલ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
આ સ્પર્ધામાં રાજ્યભરની વિવિધ શાળાઓના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં નવરચના ગુરુકુળના વિદ્યાર્થીઓએ ઉત્તમ જ્ઞાન, ઝડપી પ્રતિભાવ અને ટીમ વર્ક દ્વારા પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો.
આ ગૌરવસભર સિદ્ધિ બદલ નવરચના ગુરુકુળ શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓ, માર્ગદર્શક શિક્ષકો તથા પ્રિન્સિપાલને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. શાળાની આ સફળતા આગામી સમયમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક તેમજ સ્પર્ધાત્મક ક્ષેત્રે વધુ પ્રોત્સાહન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top