*દીકરો ધોરણ 10ની પરીક્ષા આપવા ગયો હતો અને પત્ની સાસુના ડેથ સર્ટિફિકેટ લેવા ગયા હતા તે દરમિયાન પગલું ભર્યું*
*તેઓ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમા રહેતા હોવાનું જાણવા મળ્યું હતું*
(પ્રતિનિધિ) વડોદરા તા. 22
શહેરના ન્યૂ સમા રોડ ખાતે રહેતા આધેડે પોતાના ઘરે બુધવારે ડિપ્રેશન માં આવી ઘરમાં કોઇ ન હતું તે દરમિયાન ફાંસો ખાઇ લીધો હતો. જેથી તેઓને ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા લઇ જતાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના ન્યૂ સમા રોડ ખાતે આવેલા અયૈપા મંદિર નજીકના નવાપુરા સોસાયટીમાં મકાન નંબર બી -25 ખાતે રહેતા તુષાર ગણપતભાઇ પંચાલ નામના 51વર્ષીય આધેડે બુધવારે બપોરે સાડા બારના સુમારે ઘરમાં એકનો એક દીકરો ધોરણ 10ની પરીક્ષા ચાલતી હોય શાળાએ ગયો હતો તથા તુષારભાઇના માતાનું ગત તા. 23ના રોજ નિધન થયું હોવાથી તુષારભાઇના ધર્મપત્ની સાસુનું ડેથ સર્ટિફિકેટ લેવા ગયા હતા તે દરમિયાન ઘરમાં કોઇ હાજર ન હોઇ તુષારભાઇએ ફાંસો ખાઇ લીધો હતો. જ્યારે પુત્ર ઘરે આવ્યો અને દરવાજો ખોલવા પ્રયાસ કર્યો પરંતુ દરવાજો અંદરથી બંધ હોય અને કોઇ પ્રત્યુત્તર ન મળતાં તેણે બાજુમાં રહેતા કાકી તથા સગાઓને જાણ કરી હતી જેથી બધા દોડી આવ્યા હતા અને દરવાજો ખોલીને અંદર જોતા તુષારભાઇ એ ફાંસો ખાધો હતો જેથી તાત્કાલિક 108મારફતે તેમને એસ.એસ.જી.હોસ્પિટલમા લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી જરૂરી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક તુષારભાઇના વેવાઇ અલ્પેશભાઇ ના જણાવ્યા મુજબ, તુષારભાઇ કોયલી ખાતેની એક કંપનીમાં ફરજ બજાવતા હતા થોડા સમય પહેલાં તેમનો એક્સિડન્ટ થતાં તેમને પગમાં એડિના ભાગે તકલીફ હતી તદ્પરાંત ગત 23મીએ તેઓના માતાનું અવસાન થયું હતું જેના કારણે તુષારભાઇ ડિપ્રેશન માં આવી ગયા હતા. પરિવારમાં બીજી કોઇ આર્થિક તકલીફો ન હતી તેઓ પૈસે ટકે ઘરબાર અને જમીનથી પણ સધ્ધર હતા પરંતુ અકસ્માત ને કારણે ચાલવા ઉભા થવાની તકલીફ ઉપરથી માતાનું અવસાન થતાં તેઓ પડી ભાંગ્યા હતા તેમને એક દીકરી છે જેને પરણાવી દીધી છે અને એક પુત્ર ધોરણ 10મા અભ્યાસ કરે છે.
ન્યૂ સમારોડ ખાતે રહેતા આધેડે ડિપ્રેશનમા આવી ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
By
Posted on