આજે લોકો સરકારને સલાહ આપી રહ્યા છીએ કે પાકિસ્તાનને પાડી દો, આમ કરી નાખો અને તેમ કરી નાખો અને ન્યૂઝ ચૈનલમાં તો જાણે યુધ્ધ ચાલુ થઈ ગયું હોય તેમ જાણે કે હમણા મિસાઇલ ટીવીમાંથી બહાર નીકળીને ભડાકા થશે તેવા યુધ્ધોન્માદ દેખાય છે પણ આ લોકો અને આપણે જ યુધ્ધ થયા પછી મોંઘવારીની ગાળો સરકારને દઈશું! માટે સરકારને શું કરવુ તેના માટે આપણે ચૂંટીને સત્તા સોંપી છે એટલે યોગ્ય નિર્ણય એ સરકારમાં બેઠેલા કરશે, આપણે સહકાર આપવાનો છે, આપણી ભારતીય સેના બધાજ પડકારોને પહોંચવા માટે સક્ષમ છે. પરંતુ પૃથ્વીરાજ ચૌહાણથી લઈને આઝાદી પહેલા અને પછી દરેક લડાઈમાં માફી અને જતું કરવાની ભૂલ યુધ્ધ જીત્યા પરંતુ ટેબલ પર હારી ગયા હતા- જે દેશ ભોગવી રહ્યો છે. આપણી દુરંદેશીનો અભાવ કાયમ રહ્યો છે. કોઈપણ યુધ્ધ આપણે ધારીએ તેટલું સહેલુ નથી હોતું. આજના શાસક વગર યુધ્ધે પાકિસ્તાનનો કાંટો કાઢી નાખવામાં સક્ષમ છે, જે યથાયોગ્ય નિર્ણય લેશે. જો યુધ્ધ અનિવાર્ય હશે તો ‘પાર્થ(સેના)ને કહો ચડાવે બાણ યુધ્ધ એજ કલ્યાણ’ માટે આપણે સરકાર અને ભારતીય સેના પર વિશ્વાસ રાખવો જોઈએ.