હરણી બોટ દુર્ઘટનામાં ન્યુ સનરાઈઝ સ્કૂલે પ્રવાસની પરવાનગી લીધી ન હતી :
પ્રવાસમાં જવાબદાર શિક્ષકોના નિવેદનો લઈ આગળની કાર્યવાહી કરાશે :
વડોદરા હરણી તળાવમાં બોટ અકસ્માતએ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ છે. ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ બાળકોને પ્રવાસ પર લઈ જવા માટે ડીઈઓ પાસેથી કોઈ પરવાનગી લીધી ન હતી અને ખુદ સ્કૂલના સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. સ્કૂલ મેનેજમેન્ટે ભૂલ સ્વીકારી શિક્ષકોની પૂછપરછ કરતાં ડીઈઓ કચેરીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત બાદ સ્કૂલ મેનેજમેન્ટ સામે તપાસ શરૂ કરવામાં આવી છે. ડીઈઓએ નોટિસ આપી આ મામલે જવાબ માંગ્યો હતો. આખરે સઘન પોલીસ તપાસ બાદ ન્યૂ સનરાઈઝ સ્કૂલના સ્કૂલ મેનેજમેન્ટે તેમની ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું છે. બાળકોને પ્રવાસે લઈ જવા માટે જિલ્લા શિક્ષણાધિકારીની કોઈ પરવાનગી લેવામાં આવી ન હોવાનું અને બેદરકારી દાખવવામાં આવી હોવાનું જવાબમાં કબૂલ્યું હતું. શાળા સંચાલકો દ્વારા ભૂલ કબૂલતાં આખરે તંત્રએ તપાસ શરૂ કરી છે. ડીઇઓ દ્વારા શિક્ષકોને પ્રવાસની મંજૂરી અંગે પણ પૂછપરછ કરવામાં આવશે. વધુમાં આવી અન્ય શાળાઓનું ક્રોસ વેરિફિકેશન પણ શરૂ કરવામાં આવશે અને તેનો અહેવાલ કલેકટરને સોંપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઘણી વખત શાળાઓ દ્વારા આવી ઘોર અને ગંભીર બેદરકારી સામે આવે છે. જેમાં તંત્રની બેદરકારી બહાર આવી છે. નોંધનીય છે કે ડીઈઓ કચેરી ખાતે માંગવામાં આવેલી માહિતીમાં વડોદરામાં પાંચ વર્ષમાં માત્ર 419 પ્રવાસીઓની પરવાનગી માંગવામાં આવી છે. શહેરમાં 500 થી વધુ શાળાઓ હોવા છતાં શાળાઓ પિકનિક માટે ડીઇઓની પરવાનગી લેતી નથી. આ દુર્ઘટના બાદ તંત્ર શાળાઓના સંચાલકો સામે કાર્યવાહી કરવા જઈ રહ્યું છે. ત્યારે લોકો ડીઈઓ કચેરીની કાર્યવાહી સામે જ સવાલો ઉઠાવી રહ્યા છે.
નોટિસ બાદ જવાબમાં સંચાલકોએ સ્વીકાર્યું અમે પરવાનગી લીધી નથી :
એ લોકોએ આપેલા જવાબમાં એમ કહ્યું હતું કે અમે પરવાનગી લીધી ન હતી. અમને એમકે લોકલ હોઈ એની પરવાનગી ન લેવાની હોઈ. એમણે પ્રવાસની જવાબદારી જે શિક્ષકોને આપી હતી. એમના નામ પણ આપ્યા છે. એટલે અમે જે શિક્ષકો છે એ બધાના નિવેદનો લઈને પછી આગળની કાર્યવાહી કરીશું : આર.આર.વ્યાસ, ડીઈઓ