ગુજરાત હાઇકોર્ટના ખાંડપીઠે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પો સ.ઈ. વિરૂધ્ધ કોન્ટેમ્પ્ટ મામલે નોટિસ ઇશ્યુ કરી*
કોર્પોરેટર અલ્પેશ લિમ્બચિયા વિરૂદ્ધ નોંધાયેલી ફરિયાદ સંદર્ભે, સુપ્રીમ કોર્ટની આદેશની અવગણના કરી ખોટી રીતે ધરપકડ કરવા સામે કોર્પોરેટર અલ્પેશ લીમ્બચિયાએ ગુજરાત હાઇકોર્ટમા કોન્ટેમ્પ્ટ અરજી ગુજારતા, વડોદરા ક્રાઇમ બ્રાન્ચમા નોંધાયેલી ફરિયાદ સંદર્ભે સરકારને, પો.સ.ઈ. કલ્પેશ જે. વસાવા તથા ધવલસિંહ રણજીતસિંહ રાઠોડ વિરુદ્ધ નોટિસ ઈશ્યુ કરી છે.
બદનક્ષી તથા ધમકીની ફરિયાદ બાબતે ક્રાઇમ બ્રાંચે ગત તા.22.07.2023ના રોજ ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં કરેલા આક્ષેપોમાં કોઇ કલમ સાત વર્ષ કરતા વધુ સજાની કલમ ના હોવાથી સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશ મુજબ આરોપીને નોટિસ આપવી જરૂરી હતી. પરંતુ પોલીસે તેવી કોઇ નોટિસ આપ્યા વગર રાત્રીના ૧૨:૩૦ વાગે અલ્પેશ લિમ્બચિયાની ધરપકડ કરી હતી. પોતાની ગેરકાયદેસર અટકાયત સંદર્ભે અલ્પેશ લીમ્બચિયાએ ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટીશન દાખલ કરી ધરપકડની કાર્યવાહીને પડકારી હતી. જેની સુનાવણી ગુજરાત હાઇકોર્ટના ખંડપીઠ સમક્ષ થતાં મામલાની ગંભીરતા ધ્યાને લઇ નોટિસ ઇશ્યૂ કરવાનો હુક્મ કર્યો છે.
રાજકીય આકાઓનાં ઇશારે ક્રાઇમ બ્રાન્ચે ફરી એ જ હરકત કરી
તાજેતરના પૂર વખતે રાજકારણી સામે ગુસ્સો વ્યકત કરનાર સામાન્ય નાગરિકની રાજકીય આકાઓના