ડભોઇ: સત્તા અને વિપક્ષ વચ્ચે ચાલેલા ગજગ્રાહમા એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપનો દૌર ચાલ્યો છે. જેમા નેશનલ હેરાલ્ડ કેસના તથાકથીત ₹ પાંચ હજાર કરોડના કૌભાંડમાં ગાંધી પરિવારમાં જામીન ઉપર છે. જેમા ભાજપ યુવા મોરચા ધ્વારા આજરોજ ડભોઈ ખાતે એ.પી.એમ.સી પાસે આંબેડકર ચોક પાસે ગાંધી પરિવાર અને કોંગ્રેસના પુતળાનું દહન કરવામા આવ્યુ હતુ. જેમા ડભોઈ ભાજપના પ્રમુખ દિક્ષિત દવે , પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંત પટેલ , વડોદરા જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ અશ્વિન પટેલ , યુવા મોરચાના પ્રમુખ આકાશ પંડયા , નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સાથે નગરસેવકો અને પક્ષના કાર્યકરો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા nઅને રાહુલ ગાંધી હાય હાય , કોગ્રેસ હાય હાયના ગગનચુંબી નારાઓ પણ લગાડવામા આવ્યા હતા