વડોદરા: નિશાળિયા ગામે વડોદરા જિલ્લા ભાજપાના પૂર્વ અધ્યક્ષ સતીશભાઈ પટેલ (નિશાળીયા) દ્વારા આયોજિત સહકારિતા સ્નેહમિલન તથા સત્કાર સમારોહ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
દિપાવલી અને નૂતનવર્ષના પાવન અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, હોદ્દેદારો, સહકારી આગેવાનો, સરપંચો, ડેપ્યુટી સરપંચો,
દુધ ડેરી પ્રમુખ, મંત્રી, સદસ્યો અને વિકાસ મંડળીના પ્રમુખો, મંત્રી, સદસ્યો તથા ભાજપ વિચારધારામાં વિશ્વાસ ધરાવતા મહાનુભાવો, યુવાનો, મોટી સંખ્યામાં બહેનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત સૌની હાજરીએ કાર્યક્રમને યાદગાર અને ભવ્ય બનાવ્યો હતો.
સહકારિતાને કેન્દ્રમાં રાખીને સંગઠનશક્તિ, સ્નેહસભર જોડાણ અને કાર્યકર્તાઓના ઉત્સાહને વધારવાનો આ કાર્યક્રમ એક સફળ પ્રયત્ન રહ્યો.
આ સહકારીતા સ્નેહમિલનમાં ખાસ પૂજય સંતો નૌતમસ્વામીજી, તેમજ કહોણા આશ્રમ ના મહંતશ્રી સીતારામ મહરાજ, રાજકીય આગેવાનો બિપીનભાઇ ગોતા – પ્રમુખ ગુજરાત સહકારીતા સેલ, સાંસદ મનસુખભાઇ વસાવા, બરોડા ડેરી ચેરમેન- દીનુમામા, બરોડા સેન્ટ્રલ કો-ઓપ બેન્ક ચેરમેન રાજુભાઈ પટેલ, બરોડા ડેરી, વાઇસ ચેરમેન જી.બી.સોલંકી, જીલ્લા મહામંત્રી ભાજપ- રાજુભાઇ અલવા, વડોદરા જીલ્લા સંઘ પ્રમુખ -ચંદ્રકાન્તભાઇ પટેલ, એ.પી.એમ.સી શિનોર પ્રમુખ- સચીનભાઇ પટેલ, જગદેવસિંહ પઢીયાર, પ્રવિણસિંહ અટાલીયા, બિરેનભાઇ પટેલ, વિમલભાઇ ભટ્ટ, કરજણ એ.પી.એમ.સીના ડીરેક્ટર , તાલુકા પંચાયત અને નગરપાલિકા પ્રમુખ ઉપસ્થિત રહ્યા.
સતીશભાઈ પટેલ (નિશાળીયા) એ પૂર્વ ધારાસભ્ય-કરજણ વિધાનસભા/પૂર્વ અધ્યક્ષ જીલ્લા ભાજપા, વડોદરા દ્વારા તમામ આગેવાનો અને કાર્યકર્તાઓનો હાર્દિક આભાર માન્યો અને
આગામી સમયમાં પણ સહકારિતાના માર્ગે સાથે મળી વિકાસ કાર્યોને વેગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
કાર્યક્રમ બાદ પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ સક્રિય ભાગ લીધો.