સ્થાનિક કાઉન્સિલરે પાલિકાના અધિકારીઓને તાત્કાલિક ધોરણે પાણીની લાઈન અને ભુવાનું રીપેરીંગ કરવા સૂચન કર્યા
વડોદરા શહેરના નિઝામપુરા બસ ડેપોની બહાર પાણીની લાઈનમાં લીકેજથી મોટો ભુવો નિર્માણ પામ્યો હતો. જે ભુવાની સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલરે કામગીરી કરાવી હતી.
નિઝામપુરા બસ ડેપોની બહાર 24 ઇંચની પાણીની નલિકાનું લીકેજ હોવાથી ભુવો પડી ગયો હતો. જેના કારણે નાના-મોટા અકસ્માતો થવાનો ડર હોવાથી સ્થાનિકોએ તાત્કાલિક સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પા વાઘેલાને જાણ કરી હતી. જેથી તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સંબંધિત વિભાગના અધિકારીને જાણ કરી હતી અને અધિકારીને તાત્કાલિક કામ કરવાની સૂચના આપી કામગીરી શરૂ કરવી હતી.
પુષ્પા વાઘેલાએ જણાવ્યું હતું કે એટલો મોટો ભૂવો પડ્યો કે અહીં કેટલાક દિવસથી પાણી નીકળતું હતું. આખો રોડ તોડીને મોટો ભુવો પડ્યો હતો..lએક રીક્ષા પણ આની અંદર ગરકાવ થઈ હતી .એક બાળક પણ અંદર પડી જતા ઇજાગ્રસ્ત થયો હતો. તાત્કાલિક સ્થાનિક મનોજ ભટ્ટે મને ફોન કરીને જણાવતા અહીંયા હું આવી. પાણી વિતરણ શાખાના અધિકારીને જાણ કરી તાત્કાલિક રાતે ને રાતે કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી છે. અને પોલીસ સ્ટેશનના પીઆઈને સુચના આપી છે અહીંયા બંદોબસ્ત આપો,કારણ કે ઘણો મોટો ભૂવો હોવાથી કોઈ વાહન પલટી ખાઈ જાય અને બહુ મોટી હોનારત કે જાનહાની થાય એમ હોય તાત્કાલિક સૂચનો કરી કામ પૂરું કરવા માટે જણાવેલું છે.