Vadodara

નિકાહના બીજા જ દિવસે દહેજ બાબતે બોલાચાલી કરીને પરણીતાને હેરાનગતિ કરતા સાસરિયા વિરુદ્ધ ફરિયાદ


તાંદલજા વિસ્તારમાં રહેતી યુવતી ના નિકાહ મોરબી ખાતે રહેતા યુવક સાથે ગત તા. 19- 2 -2023 ના રોજ થયા હતા. લગ્નના બીજા જ દિવસે યુવતીના બહેનના લગ્ન હોવાથી તેને ત્યાં જવાનું હતું પરંતુ સાસરીયાઓ દ્વારા લગ્ન દરમિયાન દહેજ ઓછું આપવા બાબતે ઝઘડો કરીને પરણીતાને હેરાનગતિ કરી હતી તે છતાં તે સાસરિયામાં રહેતી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી પતિ તેમજ અન્ય સાસરીયાઓ દ્વારા પરણીતા પર ઘર અને દુકાન દહેજ પેટે લઈ આવવા માટેનું જણાવીને શારીરિક અને માનસિક રીતે હેરાનગતિ કરતા આખરે પરણીતા પોતાના પિયરે પરત ફરી હતી અને મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સાહિલ મેમણ , સાસુ સબાના મેમણ , સસરા સલીમ મેમણ અને દિયર અબ્દુલ મેમણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top