સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકની હદમાં નાર્કોટિક્સ ના ગુના માં એક વર્ષથી ફરાર આરોપીને એસ ઓ જી બરોડા ગ્રામ્યની ટીમે ઝડપીને ભાદરવા પોલીસ મથકને હવાલે કર્યો છે .
વડોદરા જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ગુનાઓ આચરીને નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે રેન્જ આઈજી અને જિલ્લા પોલીસવડાએ અસરકારક કામગીરી કરવા માટે એલસીબી અને એસ ઓ જી ને સૂચનાઓ આપી હતી. તેના પગલે એસઓજી ના પી.આઈ જે એમ ચાવડા અને પીએસઆઇ એ .ઓ. ભરવાડે વિવિધ ટીમો બનાવીને પોલીસ જવાનોને કામે લગાડ્યા હતા. તેના પગલે હેડ કોસ્ટેબલ લાલજીભાઈને માહિતી મળી કે ભાદરવા પોલીસ મથક અને પાદરા પોલીસ મથક માં નાર્કોટિક્સના ગુનાનો આરોપી સાવલીના રાણીયા ગામે બસ સ્ટેન્ડ પાસે છે. તેના પગલે રાણીયા બસ સ્ટેન્ડે પહોંચીને આરોપી ચંદ્રપાલ સિંહ રઘુવીરસિંહ પવાર રહે ખજુરિયા સારંગ તા દલૌલા જી મંદસોર એમ પી ને ઝડપીને ભાદરવા પોલીસને હવાલે કર્યો છે આરોપી પાદરા પોલીસ મથક અને ભાદરવા પોલીસ મથકના નાર્કોટિક્સના ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ હતો.
