નસવાડી: નસવાડી તાલુકાના જ્સ્કી ગામે પ્રેમિકાના ઘરમાં પ્રેમીનું મોત થતા પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવ્યો હતો. સવારથી બપોર સુધી લાશ ઉઠાવવા દેવામાં આવી નહોતી. પોલીસે ઘટના સ્થળે બંદોબસ્ત ગોઠવ્યો હતો.

પરિવારજનોનો આક્ષેપ છે કે હત્યા થઇ છે. પોલીસ તપાસ કરી રહી છે. પ્રેમિકા વર્ષોથી મૃત્ય પામનાર સાથે પ્રેમ સંબંધ ધરાવે છે પ્રેમિકાએ પણ પ્રેમ સંબંધ હોવાનો એકરાર કર્યો હતો
નસવાડી તાલુકાના જ્સ્કી ગામે રહેતા છત્રસિંહ સવદભાઈ ભીલ (ઉમર વર્ષ 44 )ના સંસારમાં ત્રણ પુત્રો છે. જયારે ગામમાં રહેતી હંસાબેન ભીલ વિધવા છે. હંસાબેનનું પ્રાથમિક શાળા નજીક મકાન આવેલું છે.

પ્રેમિકાના જણાવ્યા મુજબ રાત્રી ના સમયે મને મળવા માટે મારો પ્રેમી મોટરસાયકલ લઈને આવ્યો હતો. નશાની હાલતમાં હતો. જેના લીધે મેં એને ઘરે મોકલવા માટે પ્રયાસ કર્યા હતા અને પહેલા તો દરવાજો ખોલ્યો નહોતો. તેણે સતત દરવાજો ખટખટાવતા દરવાજો ખોલતા જીદ્દ કરીને ઘર માં આવીને સુવા માટે પથારી માંગી હતી. ત્યાર બાદ પથારી કરી આપી હતી. મોડી રાત્રે તેને એટેક આવતા તેનું મોત થયું છે.
જેની જાણ પરિવારજનોને થતા તેઓ દોડી આવ્યા હતા. પરિવારજનોનો આક્ષેપ છે કે હત્યા થઇ છે. જયારે જ્યાં સુધી પોલીસ નિષ્પક્ષ તપાસ નહિ કરે ત્યાં સુધી લાશ પ્રેમિકાના ઘરમાંથી નહિ ઉઠાવવામાં આવે એવી જીદ પકડી હતી. જયારે પ્રેમિકાના ઘરમાં લાશ હોવાથી પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો. હાલ તો એકજ ગામ ના લોકો હોવાથી વિવાદ ના વકરે તે માટે પોલીસે મૃતકની પત્ની ને પોલીસ ફરિયાદ આપવા માટે સમજાવી હતી. જયારે પરિવારજનોના જણાવ્યા મુજબ મૃતક કોઈ પણ નશો કરતો ના હતો.
મૃત્યુ પામનાર સૌરાષ્ટ્ર મજૂરી કામે ગયો હતો અને થોડા દિવસો પહેલા આવ્યો હતો. જયારે પોતાના પરિવાર સાથે આખું વર્ષ મજૂરી કામ કરીને વતન આવતા તેનું મોત થયું છે .હાલ તો ત્રણ દીકરાઓ પરિવારમાં છે. પોલીસ હત્યા કે આત્મહત્યા છે તેની તપાસ કરી રહી છે
અમારા પ્રેમની ખબર આખા ગામને હતી, કુદરતી મોત થયું છે: પ્રેમિકા
હંસાબેન ભીલ , પ્રેમિકા ના જણાવ્યા મુજબ વર્ષોથી મારા પ્રેમમાં છત્રસિંહ હતો. હું વિધવા છું. મારો એક દિકરો છે તે મજૂરી કામે ગયો છે. મારો પ્રેમી મને મળવા માટે દારૂ પીધેલી હાલતમાં મોટરસાયકલ લઈને આવ્યો હતો. રાત્રીના સમયે એટેક આવતા તેનું મોત થયું છે જયારે તેના પરિવારજનો મારા ઉપર આક્ષેપ લગાવી રહ્યા છે તે ખોટા છે અમારો વર્ષો થી પ્રેમ સબંધ હતો તેની જાણ આખા ગામને છે. કુદરતી રીતે મોત થયું છે
પોલીસ નિષ્પક્ષ તપાસ નહિ કરે ત્યાં સુધી પ્રેમિકાના ઘરમાંથી લાશ નહિ ઉઠાવીએ: પરિવારજનો
અશ્વિનભાઈ ભીલ મૃત્યુ પામનારના કુટુંબીજનના જણાવ્યા મુજબ પોલીસ નિષ્પક્ષ તપાસ નહિ કરે ત્યાં સુધી પ્રેમિકાના ઘરમાંથી લાશ નહિ ઉઠાવીએ. અમારા કુટુંબીજનની હત્યા થઇ છે. જયારે વર્ષોથી આ વિધવા સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ હત્યા થઇ છે માટે પોલીસ સાચી દિશા માં તપાસ કરે તેવી અમારી માંગ છે
