ધોધમાર વરસાદ વરસતા 200 ગામોની પીવાના પાણીની તંગી દૂર થઈ
નસવાડી તાલુકાના કુકાવટી ગામે અશ્વિન નદી ઉપર આવેલ લો લેવલ ના કોઝ વે ઉપર પાણી ફરી વળતા લોકોને મુશ્કેલી
નસવાડી: નસવાડી તાલુકાના કુકાવટી ગામે લો લો લેવલ ના કોઝ વે ઉપર થી લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. જ્યારે લો લેવલના કોઝવેનો સ્લેબનો એક ભાગ 6 ઇંચ જેટલો વચ્ચેથી તૂટી ગયો છે. નસવાડી તાલુકાના ઊંડાણ ના ગામોમાં ધોધમાર વરસાદ બે દિવસ થી પડી રહ્યો છે અને નસવાડી તાલુકા માં 200 જેટલા ગામોમાંથી પસાર થતી અશ્વિન નદી બે કાંઠે આવતા પશુઓને પીવાનું પાણી મળી રહેશે અને પીવાના પાણીની જે તંગી હતી તે તંગી દૂર થશે.
નસવાડી તાલુકાના ડુંગર વિસ્તાર માંથી પસાર થતી અશ્વિન નદી 60 કિલોમીટર વિસ્તારમાંથી પસાર થાય છે અને નર્મદા નદી માં ભળે છે. જેના લીધે નદી કાંઠાના ગામોના જે બોર અને હેડપંપના જળસ્તર નીચે ગયા હતા, તે પાણી આવવાથી તેના જળસ્તર ઊંચા આવતા પાણીની તંગી દૂર થશે. નસવાડી તાલુકાના કુકાવટી ગામે લો લેવલનો કોઝ વે આવેલો છે . 5 જેટલા ગામોને જોડતો રસ્તો છે. આ કોઝ વે ઉપર અશ્વિન નદીનું પાણી ફરી વળતા લોકોને અવરજવર માં ભારે મુશ્કેલી પડી હતી. જ્યારે આ કોઝ વે ઉપરનો કોંક્રિટના માલવાળો સ્લેબ ધોવાઈ જતા લોકોને અવરજવર કરવા માગે મુશ્કેલી પડી રહી છે. નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગ ન અધિકારીઓ એ ધ્યાન ના આપતા હાલ તો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકામાં અનેક ગામડાઓમાં આવેલા લો લેવલના કોઝ વે ઉપર ચોમાસામાં લોકોને કઠિનાઈનો સામનો કરવો પડશે. તંત્રના વાંકે લોકો હેરાન પરેશાન થશે