હાલ મકાઈ નો ભાવ એક ક્વિન્ટલનો 2150, જ્યારે ઓક્ટોબર માસમાં આ મકાઈ નો ભાવ 2400 રૂપિયા ક્વિન્ટલ હતો
છેલ્લા 10 દિવસમાં મકાઈ ના ભાવ 100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઓછા થયા
નસવાડી: નસવાડી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો અને ખેતી ઉપર નભતો તાલુકો છે. અહીં કપાસના ભાવ ઓછા મળતા ખેડૂતોએ મકાઈ નું મબલક વાવેતર કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં મકાઈનું વાવેતર વધારે હોવાથી ખેડૂતોને ઉત્પાદન શરૂ થશે અને સારા ભાવ મળશે તેવી આશા હતી. હાલ મકાઈ નો પાક તૈયાર થઈ જતા ખેડૂતો મકાઈના દોડામાંથી મકાઈ છૂટી પાડીને બજારોમાં વેચવા આવી રહ્યા છે , ત્યારે મકાઈ ના ભાવ 2150 રૂપિયા ક્વિન્ટલ ના થઈ જતા ખેડૂતો ને ભારે નુકશાન થઈ રહ્યું છે .10 દિવસ માં એક ક્વિન્ટલ 100 રૂપિયા ઓછા થયા છે..જ્યારે ઓક્ટોબર માસ માં આ મકાઈ નો ભાવ 2400 રૂપિયા હતો, જેને લઈને ખેડૂતો એ સારા ભાવની આશામાં મબલક વાવેતર કર્યું હતું.

જ્યારે ખેડૂતોનો મોલ તૈયાર થઈ ને બજારોમાં આવે છે ત્યારે ભાવ ઘટી જાય છે. ખેડૂતોને સરકાર બમણી આવક થશે તેવા વાયદાઓ કરે છે . જ્યારે ખેડૂતો પોતાનું અનાજ બજારમાં વેચવા આવે છે ત્યારે ભાવ મળતા નથી.

હાલ તો લગ્ન ગાળા ની સિઝન ચાલતી હોવાથી નાણાની જરૂરિયાત હોવાથી ખેડૂતો સસ્તા ભાવે બજારોમાં મકાઈ વેચી રહ્યા છે. સરકારે ટેકાના ભાવથી મકાઈ ખરીદવા માટે સેન્ટરો ખોલવા જોઈએ. નસવાડી તાલુકામાં મકાઈનો પાક ખરીદી કરવા માટે સરકારી કોઈપણ સેન્ટર ન હોવાથી ખેડૂતો ને બજારમાં સસ્તા ભાવે વેચી દેવું પડે છે