Chhotaudepur

નસવાડી તાલુકામાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને ભારે નુકશાન



હજારો રૂપિયાનો ખર્ચ કરી ખાતર બિયારણ દવા છાંટી પકવેલા પાકના છોડ ભાગી પડતા અને ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

ખેતીના સર્વની કામગીરી ધીમી ચાલતી હોવાથી ખેડૂતોમાં રોષ

વહેલી તકે નુકશાનીનું સર્વે કરાવવા અને સહાય ચૂકવવા ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારીને લખ્યો પત્ર

સમયસર સર્વ થાય તો અને સહાય મળે તો ખેડૂતો બીજો પાકની વાવણી ખેતીમાં કરી શકે, તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોમાં રોષ

નસવાડી તાલુકામાં ખેડૂતો કપાસ, સોયાબીન , કેળા, આંબા, તુવેર સહિતના પાકનું વાવેતર ખેતરોમાં કર્યું છે. જયારે સતત 3 માસથી ધોધમાર વરસાદ પડતા ખેતીમાં ભારે નુકશાન થયું છે અને જયારે કપાસ તુવેર સહીત પાકોના છોડ વરસાદના પાણીના વજનથી ભાંગી ગયા છે. સતત વરસાદ પડતા ખેડૂતોના ખેતરોમાં પાણી પણ ભરાઈ ગયા છે. જેને લઇ ખેતી પાછળ કરેલો હજારો રૂપિયાનો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો છે. બિયારણ વાવી ખાતર નાખી પાકનો ઉછેર કરવામાં આવ્યો હતો. જયારે છોડમાં રોગો તેમજ છોડના ફાળ ફૂટવા માટેની દવા ખેડૂતો ઘ્વારા ખેતરોમાં છંકાવ કરવામાં આવે છે. ત્યારે વરસાદ પડતા દવા ધોવાઈ જાય છે જયારે સતત વરસાદના કારણે ખેડૂતો ખેતરોમાં નિંદામણ પણ કરી શકયા નથી. જેના કારણે પણ ખેતરોમાં છોડ ઉગીને મરી ગયા છે . જ્યારે તાલુકામાં સતત વરસાદ પડતા ખેતરોમાં પાણી પણ ભરાઈ ગયા છે. જેના કારણે ખેતીમાં ભારે નુકશાન થયું છે . ખેડૂતો બેન્કોમાંથી લોન લઇ દાગીના ગીરવે મૂકી અને કોઈકની પાસેથી ઓછીના નાણાં લઇ આમ દેવું કરીને ખેતી કરી હતી, પરંતુ હાલ કુદરતના સપાટાથી ખેતી જ નિષ્ફળ જતા ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ ગયા છે. જયારે આ દેવું ચૂકવવા ફરી ખેતી કરવા સરકાર પાસે સહાયની માંગણી કરી રહ્યા છે. પરંતુ જયારે તાલુકામાં નવ જ ગ્રામ સેવકો સર્વની કામગીરી કરી રહ્યા છે અને હાલ ખેતીવાડી વિભાગના અધિકારીઓ સર્વની કામગીરી ધીમી ગતિએ કરતા હોવાથી ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સરકારનો સર્વે થયા બાદ ખેડૂતોને સહાય આપવાની છે, જયારે સર્વેની કામગીરી ના થાય ત્યાં સુધી જિલ્લામાં રિપોર્ટ ના પહોંચે ત્યા સુધી ખેડૂતોને સહાય મળશે નહી. આ સમય દરમિયાન શિયાળુ પાક કરવાનો સમય આવી જશે. જયારે ચોમાસાની ખેતીમાં ખેડૂતોની નુકશાનનીથી કમર તૂટી ગઈ છે. તેવા સમયે નવી ખેતી કરવા માટે નાણાં ક્યાંથી લાવવા તે પ્રશ્નો ખેડૂતોને મુંઝવી રહ્યો છે. હાલ તો ખેડૂતો સરકાર સામે સહાયની મીટ માંડીને બેઠા છે. જયારે છોટાઉદેપુર જિલ્લાના અનેક તાલુકામાં આવી પરિસ્થતિ છે. જેને લઇ સર્વેની કામગીરી ઝડપથી કરાવવા અને સહાય ઝડપથી ચૂકવવા માટે જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીને રજૂઆત કરી છે .

વર્જન : પટેલ સુમનભાઈ પટેલ ખેડૂતના જણાવ્યા મુજબ છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેતી નિષ્ફળ ગઈ છે કપાસ કેળા તુવેર સોયાબી આંબા સહીતના પાકોના છોડ ભાંગી ગયા છે સોયાબીનના છોડ તો લીલા દેખાઈ છે તેમાં સીંગો બેઠી નથી દવા છાંટીએ અને વરસાદ પડે છે જેથી દવા ખાતર મજૂરી બધુજ માથે પડ્યું છે જેને લઇ ઝડપથી સર્વે થાય અને સહાય મળે તો નવસેરથી ફરી ખેતી થાય તેમ છે જેથી હું છોટાઉદેપુર ખેતીવાડી અધિકારીને પત્ર લખ્યો છે

મેલ ફોટો લાઈન : નસવાડી તાલુકામાં સતત ભારે વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાતા ખેતી નિષ્ફળ તેની તસ્વીર

Most Popular

To Top