છોટાઉદેપુર ખાતે આવેલા પંચાયત મંત્રીએ જણાવ્યું કે વિભાજન કરવા માટે દરખાસ્ત મોકલવામાં આવશે તો તાત્કાલિક અમલ થશે
15માં નાણાપંચમાં આવતા વિકાસના કામોની ગ્રાન્ટ પૂરતા પ્રમાણમાં દરેક ગામોને વિકાસના કામો માટે મળતી નથી
નસવાડી: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની 60 ગ્રામ પંચાયતોમાંથી 18 જેટલી ગ્રામ પંચાયતોમાં 5 ગામથી 13 ગામો સુધીનો સમાવેશ થયો છે. તેને વિભાજન કરવા માટે તંત્ર દ્વારા કોઇ તૈયારી કરવામાં આવતી નથી. છોટાઉદેપુર ખાતે આવેલા પંચાયત મંત્રીએ જણાવ્યું હતું કે વિભાજન કરવા માટે દરખાસ્ત મોકલવામાં આવશે તો તાત્કાલિક અમલ કરવામાં આવશે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની (૧) રાયપુર જુથ ગ્રામ પંચાયત 8 ગામોનો સમાવેશ,(૨) કાટકૂવા જુથ ગામ પચાયત-૫ ગામોનો (૩) કડૂલી મોહુડી જુથ ગ્રામપંચાયત 8 ગામોનો (૪) તરોલ જુથ ગ્રામ પંચાયત – 9 ગામોનો (૫) છલવાટા જુથ ગ્રામ પંચાયત 6 ગામોનો (૬) કેવડી જુથ ગામ પંચાયત-૭ ગામોનો (૭) ધારાસિમેલ જૂથ ગ્રામ પંચાયત 6 ગામોનો (૮) રતનપુરા- ન જુથ ગ્રામપંચાયત 10 ગામોનો (૯) રામપુરી જુથ ગ્રામપંચાયત -૬ ગામોનો (૧૦)બગલીયા જુથ ગામ પચાયત-8 ગામોનો (૧૧) સાંકળ પી જુથ ગ્રામ પંચાયત 11 ગામોનો (૧૨) લાવાકોઈ જુથ ગ્રામ પંચાયત -6 ગામોનો (૧૩) કોળીબોરીયાદ જુથ ગ્રામ પંચાયત _5 ગામોનો (૧૪) જેમલગઢ જુથ ગ્રામ પંચાયત 5 ગામોનો (૧૫) જસ્કી જુથ ગ્રામ પંચાયત 5 ગામોનો (૧૬) ખરેડા જુથ ગ્રામ પંચાયત 5 ગામોનો (૧૭) તરોલ જુથ ગ્રામ પંચાયત ૧૩ ગામોનો (૧૮) અંબાડા જૂથ ગ્રામ પંચાયત – 6 ગામોનો સમાવેશ થયો છે નસવાડી તાલુકામાં સૌથી વધારે ગ્રામ પંચાયતોમાં ગામોનો સમાવેશ છે. જેના કારણે 15માં નાણાપંચમાં આવતા વિકાસના કામોની ગ્રાન્ટ પૂરતા પ્રમાણમાં દરેક ગામોને વિકાસના કામો માટે મળતી નથી. એક ગ્રામ પંચાયતમાં 5 થી 13 ગામો સુધીનો સમાવેશ છે જેનાથી ગામાના લોકોને 5 કિલો મીટર સુધી ગ્રામ પંચાયત કચેરી સુધી ચાલી જવાનો વારો આવે છે. ત્યારે સરકાર દ્વારા 15 નાણા પંચમાં વસ્તી દીઠ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ સરપંચો ચૂંટણીની અદાવત રાખી અમુક ગામોમાં વિકાસની ગ્રાન્ટ ફાળવતા જ નથી અને પોતાના માનિતા ગામોમાં ગ્રાન્ટ ફાળવે છે. જેના કારણે અમુક ગામડાઓનો વિકાસ થતો નથી જ્યારે ગ્રામ પંચાયતોનો વિભાજન થાય ત્યારે સૌથી મોટો ફાયદો આ ગ્રામ પંચાયતોને થાય તેમ છે. હાલ નસવાડી તાલુકામાં સૌથી વધારે ગામો વાળી ગ્રામ પંચાયતો છૂટી પાડવા માટે તાલુકા વિકાસ અધિકારી પ્રયાસ હાથ ધરતા નથી. જયારે સરપંચો પોતાના વોટ બેંકની રાજનીતિ રમીને ગ્રામ પંચાયતનું વિભાજન થવા દેતા નથી છોટાઉદેપુર ખાતે આવેલા પંચાયત મંત્રીએ આ બાબતે જણાવ્યું કે ગ્રામ પંચાયતો વિભાજન થાય તે માટે અધિકારીઓ પ્રયાસ કરવો જોઈએ અને દરખાસ્ત મોકલવી જોઈએ. તો અમે ઝડપ થી મંજૂરી આપી દઈશું.